તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઝઘડીયા ડેપોમાંથી ભાગેલો ચોરીનો આરોપી કરાર ગામેથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડીયા ડેપોમાંથી ભાગેલો ચોરીનો આરોપી કરાર ગામેથી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયાડેપોમાંથી ફરાર થઇ ગયેલાં ચોરીના આરોપીએ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કરાર ગામેથી ઝડપી પાડયો છે. ભરૂચ સબજેલમાંથી કોર્ટમાં લવાયાં બાદ પરત જતી વેળા બે આરોપી પૈકી એક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

શુક્રવારે ભરૂચ પોલીસના એક હેડ કોન્સ્ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલના જાપ્તામાંથી ભાગી ગયેલ આરોપી વિજય જયંતિ વસાવાને ભરૂચ એસઓજીની ટીમે ઝગડીયા નજીકના કરાર ગામેથી ઝડપી પાડયો હતો. રાજપારડી પોલીસે ચોરીના વિવિધ ગુનામાં પીપદરા ગામના વિજય જયંતિ વસાવા અને રાજપારડીના ઠાકોર દલસુખ વસાવાની ધરપકડ કરી હતી. તેઓ બે વર્ષથી સબજેલમાં છે. શુક્રવારે ઝઘડીયા કોર્ટમાં તારીખ હોવાથી તેમને ઝઘડીયા ખાતે લાવવામાં આવ્યાં હતાં.

પોલીસ જાપ્તા હેઠળ બંને આરોપીને એસટી બસમાં પરત સબજેલમાં લઇ જવાતાં હતાં ત્યારે વિજય વસાવા તેને પહેરાવેલ હથકડી સરકાવી ભાગી ગયો હતો. જેના વિરૂઘ્ઘ માં ઝગડીયા પોલીસમાં ગુનો નોધાયો હતો. પોલીસ જાપ્તા માંથી આરોપી વિજય વસાવા ભાગી જતાં નાકાબંદી કરી દેવામાં આવી હતી. ભરૂચ એસ.ઓ.જી ની સઘન શોઘખોળ બાદ ભાગેડુ વિજય વસાવા ઝગડીયા નજીકના કરાર ગામેથી ઝડપાઇ ગયો હતો. આરોપીને ઝઘડીયા પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજપારડી પોલીસે ગુનાહીત બે આરોપીઓને ઝડપ્યા

કોર્ટમાંથી પરત લઇ જતી વેળા ફરાર થઇ ગયો હતો

ઝઘડીયા ડેપોમાંથી ફરાર થઇ ગયેલાં ચોરીના આરોપીને કરાર ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. તસવીર-મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો