તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • પ્રેરણા દિવસે દલિત અત્યાચારોના વિરોધમાં ધરણાં કાર્યક્રમયોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા દિવસે દલિત અત્યાચારોના વિરોધમાં ધરણાં કાર્યક્રમયોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રેરણા દિવસ નિમિત્તે આજે શનિવારે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત દલીત - આદિવાસીઓ પર થતાં દમનના વિરોધમાં ધરણાં પણ યોજવામાં આવ્યાં હતાં. આઝાદીના 60 વર્ષ બાદ પણ દલીતોને હક્કો માટે લડત લડવી પડે તે શરમ જનક બાબત છે તેમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું.

બામસેફ, ઇન્સાફ તેમજ ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ ( બીએમજી) દ્વારા આજે શનિવારે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બામેસફના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ભગત, ઇન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજ મકવાણા, એડ્વોકેટ છગન ગોડીગજબાર, બામસેફ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહન પરમાર, ઇન્સાફના ભરૂચ પ્રમુખ અશોક મકવાણા, બીએમજીના જીવરાજ પરમાર, રાજેશ વસાવા તેમજ ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગની બહેનો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અનિલ ભગતે જણાવ્યું હતું કે, સમાજમાંથી લોકો શિક્ષિત થવા છતાં સમાજ માટે પોતાનું યોગદાન આપી રહ્યાં નથી.

જેના કારણે આજે 60 વર્ષ બાદ પણ દલીત અને અાદિવાસીઓતે પોતાના હક્કો માટે લડવુું પડે છે. જે શરમની વાત છે. દરેકે સમાજ માટે પોતાની નૈતિક જવાબદારી સ્વિકારીને આગળ આવવું જોઇએ. બહેચર રાઠોડે પણ સંવિધાનની રક્ષા માટે સૌએ એકત્ર આવી સંગઠિત થવા માટે આહવાન આપ્યું હતું.

શિક્ષિતો સમાજ માટે કામ કરે તે જરૂરી

^ડો. બાબાસાહેબ આંબેડકરે દલીતો સ્વમાનભેર સમાજમાં પોતાનું સ્થાન મેળવે તે માટેના પ્રયાસો કર્યાં હતાં. સંવિધાનની રચના સાથે સમાજના અનેક લોકો શિક્ષિત થયાં હોવા છતાં તેઓ માત્ર પોતાના પરીવારને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ડો. આંબેડકરના વિચાર હતાં કે, સમાજના જે લોકો શિક્ષિત થઇ આગળ આવે છે તેઓ સમાજના ઉત્થાનને પ્રાથમિકતાં આપે જોકે આજે સમાજના લોકો અલગ અલગ થઇ ગયાં છે તેમણે એકત્ર આવી સંગઠિત બની સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઇએ. > અનિલભગત, ઉપપ્રમુખ,જિલ્લા પંચાયત.

સંવિધાનની સુરક્ષા માટે તમામે સંગઠિત થવું જરૂરી

આઝાદી બાદ હક્કો માટે લડવું પડે તે શરમજનક : અનિલ ભગત

ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રેરણા દિવસ નિમિત્તે આજે શનિવારે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો