તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે પણ ચોરીનો એક પણ બનાવ નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે પણ ચોરીનો એક પણ બનાવ નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે પણ શાંતિમય માહોલમાં પરીક્ષા પુર્ણ થઇ હતી. બન્ને જિલ્લાઓમાં અેક પણ ચોરીનો કેસ નોંધાયો હતો. બન્ને જિલ્લાઓમાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં નોંધાયેલાં કુલ 7758 વિદ્યાર્થીઓ પૈકી 314 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 7444 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ભરૂચ જિલ્લામાં વર્ષે બોર્ડની પરીક્ષા 100 ટકા સીસીટીવી કેમેરા હેઠળ લેવાઇ રહી છે. જિલ્લામાં આજે માત્ર ધો. 12 સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય વ્યવહાર તેમજ ભુગોળ વિષયનું પેપર હોઇ વાણિજ્ય વ્યવહારની પરીક્ષામાં નોંધાયેલાં 2181 વિદ્યાર્થીઓ પૈકી 56 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 2125 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ભુગોળ વિષયમાં નોંધાયેલાં 2586 વિદ્યાર્થીઓ ...અનુસંધાન પાના નં.2

પૈકી 113 વિદ્યાર્થીઓ ગેરહાજર હોઇ 2473 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નર્મદા જિલ્લામાં પણ ત્રીજા દિવસે એક પણ કોપીકેસ નોંધાયો હતો. વાણિજ્ય વ્યવહારના પેપરમાં કુલ 640 પૈકી 14 વિદ્યાર્થીઅો ગેરહાજર રહેતાં 626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ભુગોળ વિષયમાં 2351 વિદ્યાર્થીઓ નોંધાયેલાં હતાં. જે પૈકીના 121 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 2230 વિદ્યાર્થીઅોએ પરીક્ષા આપી હતી.

કુલ 7758 વિદ્યાર્થીઓ પૈકી 314 ગેરહાજર રહ્યાં

ભરૂચ-નર્મદામાં કોમર્સના 7444 છાત્રોઅે પરીક્ષા આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો