તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ શહેરમાં ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ શહેરમાં ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંઉજાલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરી ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. ચાર રાજયોમાં સરકાર બનવાની ખુશીમાં શનિવારે રાજયભરમાં વિજયોત્સવનું અયાોજન કરાયું હતું.

સોનેરી મહેલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી મનહર ગોહિલ,શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. પછાત વર્ગની મહિલાઓ રોજનો 400 સિગારેટનો ધુમાડો સગડી પર રસોઈ બનાવતી વખતે સહન કરે છે. જેથી ફેફસાના ગંભીર રોગો થાય છે જે હવે કેન્દ્રની સરકારની ઉજ્જવલા યોજનાના પગલે નહીં થાય.85,000 બીપીએલ કાર્ડ ધારકો છે જેમાંથી 35000 જેટલા લોકો ને અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસ કીટ અપાઈ ચુકી છે અને આવનાર દિવસોમાં બાકીના લાભાર્થીઓને પણ ગેસ કીટનું વિતરણ કરવામાં આવશે.

સોનેરી મહેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું :

અત્યાર સુધી 85 હજાર લાભાર્થીઓને ઉજાલા યોજનાનો લાભ મળ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો