તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં વરસાદ બાદ ફરી આકરી ગરમીનો દોર શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેર અને જિલ્લામાં બુધવારે લાંબા સમયનાં વિરામ બાદ મેઘરાજા વરસી પડયા હતા. ગુરુવારે સવારથી આકાશમાંથી ફરી આકરો તાપ વરસવાનું શરૂ થઇ જતા લોકો ગરમીથી અકળાઇ ઉઠયાં હતા.

બુધવારે શહેર અને જિલ્લામાં સવારથી ચોમાસાનો માહોલ જામતા દિવસભર ઘેરાયેલા વાદળો વચ્ચે સમયાંતરે ઝાપટાં સ્વરૂપે મેઘમહેર જારી રહી હતી. લાંબા સમયનાં વિરામ બાદ વરસાદની હાજરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગરમીનો મહત્તમ પારો ગગડીને બપોરે 3 કલાકે 28 ડિગ્રી પહોંચી ગયો હતો. ગુરુવારે આકાશમાંથી વાદળો વિખેરાઇ જતા સવારથી ભાદરવાનો આકરો તાપ વરસવાનું શરૂ થઇ ગયુ હતું. જિલ્લાનું મહત્તમ તાપમાન પુન: વધીને 32.2 ડિગ્રીએ પહોંચી ગયુ હતું. જયારે લઘુત્તમ તાપમાનનો પારો પણ 26.4 ડિગ્રીએ સ્પર્શી ગયો હતો. વાતાવરણમાં ભેજની ટકાવારી પણ ઘટીને 67 ટકા થઇ જતા અને ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો