તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચને રખડતાં ઢોરથી મુક્ત કરો પાલિકા તંત્ર સામે કોંગ્રેસના દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચને રખડતાં ઢોરથી મુક્ત કરો પાલિકા તંત્ર સામે કોંગ્રેસના દેખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાંરખડતા ઢોરોથી મુકિત અપાવવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગુરૂવારે દેખાવો કર્યાં હતાં. એક સપ્તાહમાં રખડતા ઢોર સામે કાર્યવાહી નહિ થાય તો રેલી કાઢી પાલિકા કચેરીએ ઢોરોને લઇ જવાની ચીમકી કોંગ્રેસે આપી છે.

શહેરના વિવિધ માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહયો છે. સવારથી પશુઓ અડીંગો જમાવી દેતાં અકસ્માત, ગંદકીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાંથી રખડતાં ઢોર પકડવામાં આવતાં નહિ હોવાથી સમસ્યા વિકટ બની રહી છે. નગરપાલિકા પાસે ઢોર ડબ્બાની જગ્યા નથી તેના કારણે તેમણે પાંજરાપોળ પર આધાર રાખવો પડે છે. બીજી તરફ પાંજરાપોળ સંચાલકો રખડતાં ઢોરોને રાખતાં નથી. પાલિકાના ભાજપ સત્તાધીશો રખડતાં ઢોરો સામે નિષ્ક્રીય હોવાથી આખું શહેર પાંજરાપોળ બની ગયું હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજયાં હતાં. જો એક સપ્તાહમાં સમસ્યાનો હલ નહિ આવે તો રેલી કાઢી રખડતાં ઢોરોને પકડી નગરપાલિકા કચેરીએ લઇ જવાની ચીમકી કોંગ્રેસે આપી છે. આજના કાર્યક્રમમાં શમશાદ સૈયદ, નિકુલ મિસ્ત્રી, હેમેન્દ્ર કોઠીવાલા, સંદિપ પટેલ, ઝૂબેર પટેલ, ઇબ્રાહીમ કલકલ, સાજીદ શેખ, આસીફ સીતપોણીયા, ભાવેશ મિસ્ત્રી, ધર્મેશ મોદી અને હિમાંશુ પટેલ સહિતના કાર્યકરો હાજર રહયાં હતાં.

પશુપાલકો સામે કડક કાર્યવાહી થશે

^ઢોરોનેરખડતાં મુકી દેનારસામે કાર્યવાહી કરાશે. વિરોધપક્ષ ચીમકી આપવાને બદલે સમસ્યાના વ્યવહારૂ ઉકેલનો અભિગમ અપનાવે તે જરૂરી છે. >આર.વી.પટેલ, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા

લીલાછમ ગૌચરો મળતીયા ચરી ગયાં

^ભાજપેગૌચરની જમીનો વેચી નાંખતાં શહેરોમાં અડીંગો જમાવે છે. એક સપ્તાહમાં સમસ્યા નહિ ઉકેલાય તો પશુઓને પકડી પાલિકા કચેરી લઇ જવાશે. >ઝુબેર પટેલ,આગેવાન,કોંગ્રેસ

{ સપ્તાહમાં કાર્યવાહી થાય તો પાલિકામાં ઢોર લઇ જવાની ચિમકી

{ કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા સત્તાધીશો વિરૂધ્ધ દેખાવો કર્યાં

નિષ્ફળ પાલિકા તંત્રના પગલે શહેર આખુ પાંજરાપોળ બન્યું

ભરૂચમા઼ રખડતાં ઢોર મુદ્દે કોંગ્રેસે દેખાવો કર્યા હતાં. તસવીરરાજેશ પેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો