તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ બચાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન અને જીએનએફસી એસ એન્ડ આર કલબ દ્વારા શ્રીજીની માટીની મૂર્તિ બનાવવાની પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. શિબિરમાં 30 થી વધુ યુવાનોએ ભાગ લઇ માટીનાં શ્રીજીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી છે.

ગણેશોત્સવમાં પર્યાવરણ અને નદીનાં જતન માટે માટીનાં શ્રીજીની મૂર્તિને મહત્વ આપવા શહેરની સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ તેમજ જીએનએફસી એસ એન્ડ આર કલબ દ્વારા જીએનએફસી ખાતે 2 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયુ હતું. જેમાં 30 થી વધુ યુવાનો તેમજ મહિલાઓએ ભાગ લીધો હતો. પહેલા દિવસે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનનાં પ્રમુખ પ્રકાશચંદ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું પ્રેઝન્ટેશન બતાવ્યું હતુ઼. જેમાં પીઓપીની પ્રતિમાથી નદી અને પર્યાવરણને થતી હાનિકારક અસરનો ચિતાર અપાયો હતો.

ઘરની માટી અને ઘરનાં ગણેશનું મહત્વ સમજાવી તેને ઘરે કૃત્રિમ કુંડ બનાવી આસ્થા તેમજ શ્રદ્ધા સાથે વિસર્જિત કરવા ભાર મૂકાયો હતો. માટીની મૂર્તિ બનાવવાના જાણકાર દિવ્યેશ જગતાપ દ્વારા 30 યુવાનો તેમજ જીએનએફસી પરિવારના સભ્યોને બે દિવસ સુધી માટીના શ્રીજી બનાવતા શિખવાડાયું હતું.

યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર જાતે શ્રીજીની માટીની પ્રતિમા બનાવી હાલ તેનું પોતાના ઘરે સ્થાપન કર્યુ છે. એસ એન્ડ આર કલબનાં કલ્ચરલ સેક્રેટરી ભાવિન અમલેશ્વરવાળાએ આગામી વર્ષોમાં માટીનાં ગણેશની પ્રશિક્ષણ શિબિર વિશાળ ફલક પર યોજવાની ટહેલ સાથે સામાજિક અભિયાનને આગળ વધારવા પર ભાર મૂકયો હતો. આમ 30થી વધુ યવાનોએ ભાગ લઇ માટીના મૂર્તિ બનાવી સ્થાપના કરી હતી.

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જીએનએફસી એસ એન્ડ આર ક્લબ દ્વારા એક શિબીરનું આયોજન.

પ્રશિક્ષણ મેળવી માટીમાંથી બનાવેલા ઘરનાં ગણેશનું ઘરે કૃત્રિમ કુંડ બનાવી વિસર્જન કરાશે

30 યુવાનોએ માટીનાં શ્રીજી બનાવી સ્થાપના કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો