• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને કેનેડા વચ્ચે સ્વાસ્થય અને સુરક્ષા માટે ટેકનોલોજીનું આદાન પ્રદાન થશે

ભરૂચ અને કેનેડા વચ્ચે સ્વાસ્થય અને સુરક્ષા માટે ટેકનોલોજીનું આદાન પ્રદાન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના GNFC ઓડીટોરીયમ ખાતે શનિવારે વાઇબ્રન્ટ એચએસઇ સમિટ યોજાઇ હતી જેમાં ભરૂચ અને કેનેડા વચ્ચે સ્વાસ્થય અને સુરક્ષા માટે ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવામાં આવશે. સમિટમાં રાજયની વિવિધ કંપનીઓના 250થી વધારે સેફટી મેેનેજર્સને કેનેડાથી આવેલાં તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, પાનોલી, પાલેજ, વિલાયત, દહેજ સહિતની જીઆઇડીસીમાં 15 હજાર જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે. છેલ્લા એક વર્ષમાં કંપનીઓમાં આગ, ગેસ ગળતર સહિતના અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. કંપનીઓમાં કામદારોની સલામતી અને સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવાની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. એચએસઇ ફાઉન્ડેશન, ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી, દહેજ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે એચએસઇ સમિટ યોજવામાં આવી હતી. કેનેડાની ટોરોન્ટો યુનિ.ના પોલ બોઝેક તથા કેયે ઉપસ્થિત રહી ઔદ્યોગિક અકસ્માતો નિવારવા માટે વૈશ્વિક સ્તરની ટેકનોલોજી વિશે માહિતી આપી હતી. વિવિધ કંપનીઓના 250થી વધારે સેફટી મેનેજર્સે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અેન્ડ હેલ્થ વિભાગના ડીરેકટર ડી.સી.ચૌધરી, કો- ઓર્ડીનેટર સંજીવ વર્મા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ડી.સી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સમિટના આયોજનથી ભરૂચ તથા ગુજરાતમાં સવાસ્થય અને સુરક્ષાના ક્ષેત્રમાં લોકોની જાગૃતતા વધશે તથા નવી ટેકનોલોજીના ઉપયોગથી અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે. કેનેડાની ટોરન્ટો યુનિ.ના આસીટન્ટ પ્રોફેસર પોલ બોઝેકે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભરૂચ, ગુજરાત અને કેનેડા વચ્ચે આપસી સહયોગ વધશે અને ટેકનોલોજીનું આદાન અને પ્રદાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...