• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • યુવાનની આંખોમાં મરચાની ભુકી નાંખી રીક્ષા લૂંટી ત્રણ શખ્સો ફરાર

યુવાનની આંખોમાં મરચાની ભુકી નાંખી રીક્ષા લૂંટી ત્રણ શખ્સો ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના સેવાશ્રમ રોડ પરથી રીક્ષા લઇને જઇ રહેલાં પિતા-પુત્રની આંખોમાં મરચાની ભુકી નાંખી રીક્ષાની લૂંટ કરી ત્રણ શખ્સો નાસી છુટ્યાંની રાવ સાથે યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે. જોકે રીક્ષા લઇ જનારા ફાયનાન્સ કંપનીના હોવાની આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના કાનુગાવાડ વિસ્તારમાં રહેતાં સલીમ શેખ તેમની રીક્ષામાં પાંચબત્તીથી શક્તિનાથ જઇ રહ્યાં હતાં. તેની સાથે તેમના પિતા પણ હતાં. દરમિયાન એક રીક્ષામાં આવેલાં ત્રણ શખ્સોએ તેમની આંખોમાં મરચાની ભુકી નાંખી તેમની રીક્ષાની ચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે તેણે પોતાની ચાવી ખીસામાં નાખી દેતાં શખ્સોએ તેના ખીસામાંથી રીક્ષાની ચાવી તેમજ રૂપિયા 4હજાર કાઢી લઇ રીક્ષા લઇને ત્યાંથી નાસી છુટ્યાં હતાં. શખ્સોએ સલીમને જણાવ્યું હતું કે, તારે રીક્ષા જોઇતી હોય તો અંક્લેશ્વરની વાલિયા ચોકડી પાસે આવી જજે. ઘટનાને પગલે સલીમ શેખે એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે. જોકે ઘટનામાં કોઇ ફાયનાન્સ કંપની દ્વારા તેની રીક્ષા લઇ જવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...