• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઘર છોડી ગયેલ સગીરા પર સુરતના ઈસમે દુષ્કર્મ આચર્યું

ઘર છોડી ગયેલ સગીરા પર સુરતના ઈસમે દુષ્કર્મ આચર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરથી ઘર છોડી ગયેલી સગીરા પર સુરત ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધવા પામી છે. મુંબઈ જતી ટ્રેનમાં યુવાન સાથે ભેટો થતા લગ્નની લાલચ આપી અને મદદ કરવાના બહાને અલગ અલગ સ્થળે લઇ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાએ આક્ષેપ કર્યો છે. સગીરા જોડે યુવાન કાપોદ્રા પોલીસ મથક ઈસમ હાજર થતા પોલીસ અંકલેશ્વર લઇ આવી ગુનો નોંધ્યો હતો.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરમાં રહેતી 17 વર્ષીય સગીરા 4 દિવસ પૂર્વે ટ્રેનમાં બેસી મુંબઇ ચાલી ગઈ હતી જ્યાં તેનો ભેટો સુરતના વરાછા વિસ્તારમાં રહેતા વિરલ ઠુમ્મર નામના યુવાન સાથે થતા યુવાને સગીરાને વિશ્વાસમાં લઇ લગ્નની

...અનુસંધાન પાના નં.2

લાલચ આપી હતી. તેને મુંબઈ તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બંને સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં હજાર થતા સુરત પોલીસે અંકલેશ્વર શહેર પોલીસને આ અંગેની જાણ કરી હતી. શહેર પોલીસે વિરલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સગીરા તેમજ યુવાનના તબીબી પરીક્ષણ કવાયત હાથ ધરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...