તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ મકાનને નિશાન બનાવતા સીકલીગર ગેંગના 4 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇતાલુકાનાં કુંવરવાડા ગામની સીમમાં આવલાં એક મકાન ને ગતરાત્રીનાં સીક્લીકર ગેંગની તસ્કર ટોળકીએ ચોરી કરવાનો પ્રયાસ કરતાં ગામલોકો તેઓને ઝડપી પાડી પોલીસ નાં હવાલે કર્યા હતાં.

ડભોઇ તાલુકામાં આવેલી કુંવરવાડા ગામની સીમમાં વડોદરા પ્રેશપાર્ક સોસાયટી કારેલીબાગનાં રહીંશ સંજય ધીરજલાલ જયસ્વાલ જેનાં ફાર્મ હાઉસ ની દેખરેખ પીપળીયા ગામનાં મહેશભાઇ નટવરભાઇ પટેલ રાખે છે. ગઇકાલે સાંજનાં તેઓ તાળાં મારી ને ઘરે ગયા. બાદ મળસ્કે 4 વાગ્યાનાં સુમારે કુંવરવાડા ગામનાંજ જયેશભાઇ પટેલે તેઓને ટેલીફોનિક જાણ કરી હતી કે, સંજયભાઇ નાં મકાન આગળ એક ઇકોગાડી ઉભી છે. તેમાંથી કેટલાંક શખ્શો ઉતરીને મકાનનો નકુચા તોડી ને પ્રવેશ કર્યો છે.

જેઓ ચોરી કરવાનાં ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હોઇ ગામનાં બીજા માણસોને બોલાવી ને બોલાવી ચારેવ બાજુથી ઘેરો ઘાલી ચાર ઇસમો ને પકડી પાડયા છે. જેથી મહેશ પટેલ અને સંજય જયસ્વાલે મારતે ઘોડે ત્યાં આવી પહોંચ્યા હતાં અને ડભોઇ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામને ઝડપી પાડી ડભોઇ પોલીસ પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં તેઓએ તેમનાં નામો (1) સંતોષ ગારૂમુખસીંગ રહે લલ્લુભાઇ ચકલાં નદી વિસ્તાર ભરૂચ (2)ચંદનસીંગ જીવનસીંગ સરદાર રહે તરસાલી દીવાળીપુરા સ્લમ ક્વાર્ટર (3)મહેન્દ્રસીંગ દીલીપસીંગ સરદાર મહાનગરની સામે ઝુંપડપટ્ટી વડોદરા, (4) લાલસીંગ બલસીંગ સરદાર રહે ગાગરેટીયા ઇન્દ્રીરા નગર ગાયત્રી સ્કુલ સામે ઝુંપડપટ્ટી વડોદરાનાં બતાવેલ છે. ચારે ઇસમો ચોરી કરવાનાં ઇરાદે આવી નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટોને ફેંદી નાંખ્યા હતાં. મકાન ની દેખરેખ કરતાં મહેશ પટેલે તમામ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ નાં મત મુજબ ડભોઇ પંથક માં ટોળકીએ અગાઉ પણ થયેલી ચોરીઓ માં ભાગ ભજવેલ હોય તેમ જણાતું હોઇ આગળની વધુ પુછતાછ માટે કોર્ટમાં રીમાન્ડ માંગવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા ચાર પૈકી ત્રણ વડોદરા અને એક ભરૂચનો હોવાનું બહાર આવ્યું

ડભોઇના કુંવરવાડામાં તસ્કરોને ઘેરો ઘાલી પોલીસ અને લોકોએ ખેલ પૂરો કર્યો

ચોરીના કેસમાં સીકલીગર ગેંગના ઝડપાયેલા 4 શખ્શો. તસવીર હેમંત પાઠક

અન્ય સમાચારો પણ છે...