તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રક પાછળ ભટકાતાં બાઇક ચાલકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરનેશનલ હાઇવે નંબર 8 ઉપર મોટર સાઇકલ ઉપર જઇ રહેલો યુવાન આગળ ચાલતી ટ્રકમાં ભટકાઇ જતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવની જાણથતાં 108ની ટીમે સ્થળ પર દોડીઆવી તેને સારવાર માટે તુરંત ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુળ નાગપુરનો કુલદીપ અરવિંદ દેશમુખ તેની મોટર સાઇકલ ઉપર અંક્લેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન માંડવા ગામ પાસેથી પસાર થતાં સમયે કોઇ કારણસર તેનું સ્ટિયરીંગ ઉપર કાબુ નહીં રહેતાં તેની મોટર સાઇકલ આગળ ચાલતી ટ્રકમાં ભટકાઇ ગઇ હતી. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે કોઇએ 108ને જાણ કરતાં 108ની ટીમે સ્થળ ઉપર દોડી આવી તેને તુરંત સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અંક્લેશ્વર સીટી પોલીસ મથકે ફરિયાદ નોધાતાં પોલીસે તેના પરિજનોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છેે

અન્ય સમાચારો પણ છે...