તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • રાસે ભરૂચ ગરબાના વિરોધમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી

રાસે ભરૂચ ગરબાના વિરોધમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંદુધધારા ડેરી ખાતે યોજાનારા રાસે ભરૂચ ગરબાના વિરોધમાં હિંદુ જાગરણ મંચ દ્વારા રેલી યોજી મુસ્લીમ આયોજકોને પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.

ભરૂચના હિન્દુ જાગરણ મંચ દ્વારા આજે સોમવારે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અાપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રીના ગરબા થકી માતાજીની અરાધના કરવામાં આવતી હોય છે. જોકે કેટલાંક લોકોએ નવરાત્રી પર્વને કમાણીનું સાધન બનાવ્યું છે. ભરૂચની દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાસે ભરૂચ ગરબાના આયોજકમાં મુસ્લીમ આયોજક હોઇ નવરાત્રીના ગરબામાં મુસ્લીમ યુવાનો દ્વારા બહેન - દિકરીની છેડતીના બનાવો બની શકે છે તેમજ તેના કારણે તંગદિલી સર્જાઇ શકે છે. રાસે ભરૂચ ગરબા માટે જ્યારે હજી સુધી પરવાનગી હોવા છતાં તેમણે પાસ છપાવામાં આવ્યાં છે. મુસ્લીમ આયોજકોની આડમાં કોઇ આતંકી અંદર પ્રવેશે અને આતંકી હૂમલોકરે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. ભુતકાળમાં બે હિન્દુ નેતાઓની મુસલમાનો દ્વારા દાઉદ ગેંગના હાથા બનીને હત્યાકરવામાં આવી હતી. ગરબા મેદાનમાં આવા કોઇ નેતાં જાય તો તેમની ઉપર પણ હૂમલો થઇ શકે છે તેવી પણ શક્યતાંઓ તેમણે વ્યક્ત કરી હતી. તે સહિતના વિવિધ મુદ્દાઓને લઇને હિંદુ જાગરણ મંચ દ્વારા કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત રાસે ગરબાના આયોજન માટે પરવાનગી આપવામાં આવે તે માટેની માંગ કરી હતી.

મુસ્લિમ આયોજકોને આયોજનની પરવાનગી નહીં આપવાની માંગ

નવરાત્રી પર્વને મુસ્લિમો દ્વારા કમાણીનું સાધન બનાવાઇ રહ્યાનો આક્ષેપ

હિન્દુ જાગરણ મંચ દ્વારા રાસે ગરબા આયોજનનો વિરોધ કરાયો હતો. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...