તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટરસાઇકલ સ્લિપ થતાં બે યુવાનને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના ગુમાનપુરા ગામના બે યુવાનો મોટર સાઇકલ ઉપર જઇ રહ્યાં હતાં. તે વેળાં ફુલવાડી ગામ પાસે તેમની મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં બન્નેને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુમાનપુરા ગામે રહેતાં સંજય લક્ષ્મણ વસાવા તેમજ રૂપસિંગ કેસુર વસાવા બન્ને મોટર સાઇકલ ઉપર કોઇ કામ અર્થે ફુલવાડી ગામે ગયાં હતાં. કામ પુર્ણ થયાં બાદ તેઓ પરત ગુમાનપુરા આવી રહ્યાં હતાં. તે વેળાં ફુલવાડી ગામ પાસેથી પસાર થતાં સમયે તેમની મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં તેમને ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...