તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકામાં આવેલાં ગોવાલી ગામે રહેતાં એક યુવાને આર્થિક સંકળામણથી કંટાળી જઇ ઝેરી દવા ગટગટાવી જતાં તેની હાલત લથડી ગઇ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં ગોવાલી ગામે દેસાઇ ફળિયામાં રહેતો ભરત જયંતી બારિયા છેલ્લાં કેટલાંક સમયથી આર્થિક સંકળામણમાંથી પસાર થઇ રહ્યો હતો. જેને પગલે તેને લાગી આવતાં તેણે આવેશમાં આવી જઇ પોતાના ઘરમાં પડેલી કપાસમાં છાંટવાની દવા ગટગટાવી જતાં તેની હાલત લથડી જવા પામી હતી. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તેમણે તેને તાત્કાલિક સારાવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...