તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વાગરાની પંચાયતોએ ~87.72 લાખનો પ્રોફેશનલ ટેક્ષ ભર્યો

વાગરાની પંચાયતોએ ~87.72 લાખનો પ્રોફેશનલ ટેક્ષ ભર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચજિલ્લા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલાં રાજ્યમાં પ્રથમ એવા પ્રોફેશનલ ટેક્ષ વસુલાત માટેના ઇ-નિધી પ્રોજેક્ટમાં વાગરા પંથકની ગ્રામપંચાયતોમાં છેલ્લાં 4 મહિનામાં કુલ ~87.72 લાખનો ઓનલાઇન પ્રોફેશન ટેક્ષ જમા થયો છે. પ્રાયોગિક ધોરણે વાગરામાં શરૂ કરવામાં આવેલાં પ્રોજેક્ટને કંપનીઓ તેમજ કોન્ટ્રાક્ટરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં ચાર મહિનામાં ગ્રામ પંચાયતોના કોડમાં કુલ 574 ટ્રાન્ઝેક્શન થયાં છે.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણ ફાળ ભરી રહ્યો છે.ત્યારે જે તે ગ્રામ પંચાયતની હદમાં આવતી કંપનીઓ તેમજ તેની સાથે જોડાયેલાં કોન્ટ્રાક્ટરોએ ગ્રામ પંચાયતમાં પ્રોફેશનલ ટેક્ષની રકમ જમા કરવાની થતી હોય છે. વાગરા પંથકમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં પ્રોફેશનલ ટેક્ષની રકમ ભરવામાં ઉચાપત કરવામાં આવી હોવાનું ભરૂચ જિલ્લા પંચાયતને ધ્યાનમાં આવતાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ દ્વારા મામલાને ગંભીરતાથી લઇને તેના નિરાકરણ માટે બીડું ઉપાડી પ્રોફેશનલ ટેક્ષના ભરણા માટે ઇ-નિધિ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતોમાં ટેક્ષના ભરણા માટે કંપનીના અધિકારીઅોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક કંપનીઓ પાસેથી પ્રોફેશનલ ટેક્ષ ઉઘરાવવા માટે ગ્રામ પંચાયતને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ઉપરાંત કેટલાંક કિસ્સાઓમાં પ્રોફેશનલ ટેક્ષના ભરણામાં ગેરવહીવટ થતાં હોવાની પણ બુમરાણ ઉઠતી હોય છે. આવા સંજોગોમાં પારદર્શક અને સરળતાથી પ્રોફેશનલ ટેક્ષની ભરપાઇ કંપની કરી શકે તે માટે શરૂ કરવામાં માટે ગત ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવેલાં ઇ-નિધી પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં ચાર મહિનામાં કુલ 574 કંપનીઓ, કોન્ટ્રાક્ટરો સહિતનાઓએ કુલ ~87.72 લાખનું ભરણું કર્યું છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

કંપની-કોન્ટ્રાક્ટરોને નાણાં ભરવા માટે ધક્કા મટી ગયા

રાજ્યમાં સૌ પ્રથમ ઇ-નિધિ પ્રોજેક્ટને મળ્યો સારો પ્રતિસાદ

કયા કયા ગામોનો સમાવેશ કરાયો છે

વાગરા તાલુકામાં પ્રાથમિક તબક્કે ઓનલાઇન પ્રોફેશનલ ટેક્ષ વસૂલવાની કવાયત હાથ ધરાશે. જે માટે એચ. ડી. એફ. સી. બેન્ક દ્વારા હાલમાં સુવા, ભેરસમ, વડદલા, અલાદરા, ભેંસલી, દહેજ, અંભેટા, રહિયાદ, અટાલી, વિલાયત, જોલવા, જાગેશ્વર, ગલેન્ડા, લુવારા ગામોના ડિઝીટલ એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યાં છે. દરેક ગામના કોડના આધારે જેતે ગ્રામ પંચાયતની હદમાં આવતી કંપનીઓ - કોન્ટ્રાક્ટરો પોતાનો પ્રોફેશન ટેક્ષ જમા કરાવી શકે છે.

ફાયદો શું થયો

{ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં પ્રોફેશનલ ટેક્ષના ભરણા માટે સરળતા થઇ.

{ ગ્રામ પંચાયત કે કંપનીનો ટેક્ષ ભરણા માટેનો સમય વેડફાતો બચી ગયો.

{ અોન લાઇન ભરણાથી નાણાંકીય વ્યવહાર પારદર્શક બની જતાં ગ્રામ પંચાયતને સંપુર્ણ આવક મળતી થઇ.

{ અોન લાઇન ભરણા અંગેનું મોનિટરિંગ ગ્રા. પં.,તા. પં. તેમજ જિ. પં. કરી શકતું હોઇ ગેરરીતિનો પ્રશ્ન દૂર થયો.

{ ગ્રામ પંચાયત પર પ્રોફેશનલ ટેક્ષ વસૂલાતનું ભારણ ઘટી ગયું.

સુવામાં ઉચાપતનો કિસ્સો બહાર આવ્યો

પ્રોફેશનલ ટેક્સનો પુરેપુરો ફાયદો થશે

સુવા ગ્રામ પંચાયતની હદમાં આવેલી એસઆરએફ કંપનીનું કામ ચાલી રહ્યું હોઇ તેમાં વિવિધ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં આવતું હોઇ તેમની પાસેથી ગ્રામ પંચાયત દ્વારા વ્યવસાય વેરો ઉઘરાવવાનો થતો હોય છે. જેના પગલે સુવા ગ્રામ પંચાયતના સરપંચ ભાદર કરસન ગોહિલ, ઉપસરપંચ મહેશ એફ. ગોહિલ તેમજ જે તે સમયના બે તલાટી કમ મંત્રીઓ મહેન્દ્રસિંહ એમ. પઢિયાર તથા નવીનકુમાર એમ. ખરાદી દ્વારા વર્ષ 2013થી વર્ષ 2015 સુધીના સમયગાળા દરમિયાન એસ. આર. એફ. કંપનીમાં કામ કરતાં કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ ~2,05,040 ઉઘરાવીને ~1,85,600ની તેમણે ઉચાપત કરી હતી.

^વાગરા પંથકની કેટલીક ગ્રામ પંચાયતોમાં પ્રોફેશનલ ટેક્સની ઉઘરાણીમાં ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જેની તપાસ ચાલી રહી છે. - નિધિ પ્રોજેક્ટ અંતર્ગત એચડીએફસી બેન્ક સાથે ટાઇ-અપ કરી વાગરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રાયોગિક ધોરણે ઓનલાઇન પ્રોફેશનલ ટેક્ષ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં 4 મહિનામાં કુલ 574 ટ્રાન્ઝેક્શનમાં ગ્રામ પંચાયતોને ~87.72 લાખની આવક થઇ છે. આવક જે તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા થતી હોઇ તે રકમના આધારે ગામમાં વિકાસના કામોને વેગ મળી શકશે. > આનંદપટેલ, ડીડીઓ,ભરૂચ.
અન્ય સમાચારો પણ છે...