તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર માનવધિકાર સમિતિના પ્રમુખ નિમાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય માનવધિકાર સમિતિના ફાઉન્ડર ચેરમેન તેમજ નેશનલ હોદ્દેદારો સાથે જિલ્લાના હોદ્દેદારોની બેઠક અંકલેશ્વર ખાતે હોટલ પેરેડાઈઝ ખાતે યોજવામાં આવી હતી.જેમાં સર્વ સહમતીથી અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ સભ્ય મહેશભાઈ પટેલની આંતર રાષ્ટ્રીય માનવધિકાર સમિતિના તાલુકા અને શહેર સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આંતર રાષ્ટ્રીય માનવધિકાર સમિતિના ચેરમેન તેમજ ફાઉન્ડર અને ચેરમેન સન્ની શાહ, ચીફ લીગલ એવાઇઝર કિશોર મહેતા, નેશનલ જનરલ સેક્રેટરી નિલેષ શેઠ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઉમેદ વિસારિયા, ઉપ પ્રમુખ ફાઉન્ડેશન બોર્ડના મનોજ પંચાલ અને નવ નિયુક્ત ભરૂચ જિલ્લા બોર્ડની મુલાકાતે આવતા તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવતા કામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સંસ્થાને આગામી દિવસોમાં જિલ્લામાં કેવી રીતે કામગીરી કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રસંગે સંસ્થાના ભરૂચ જિલ્લા પ્રમુખ ઉર્મિલાબેન ભગત તેમજ અન્ય સાથી હોદ્દેદારોની હાજરીમાં અંકલેશ્વર શહેર તેમજ તાલુકા પ્રમુખ તરીકે નગર પાલિકાના પૂર્વ સભ્ય મહેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેમને વધાવી લઇ શુભકામના પાઠવી હતી.

અંકલેશ્વર તાલુકા - શહેરના હોદ્દેદારોની બેઠક

અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ સભ્ય પ્રમુખ તરીકે નિમાયા હતા. }હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...