તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં એકસાઇઝ દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનીસેન્ટ્રલ એકસાઇઝ કમિશનરની કચેરીના ઉપક્રમે એકસાઇઝ દિવસની ઉજવણી જીએનએફસી ઓડીટોરિયમ ખાતે કરવામાં આવી હતી. જીએનએફસી કોર્પોરેટ ઓડિટોરીયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસ્કૃતિક તથા રમત ગમતનું આયોજન કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રમાં સરાહનીય તથા વિશિષ્ટ કામ કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. રમત ગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કર્મચારીઓ તથા પરિવારના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રસંગે વેસ્ટ ઝોનના સીપીડબલ્યુડીના ડીજી કમલપ્રિત સિંગ, વન સંરક્ષક સંજય શ્રીવાસ્તવ, ભરૂચના કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, જીએનએફસીના ઇડી આર.ટી. ભાર્ગવ, ભરૂચ એકસાઇઝ વિભાગના કમિશનર વિજય કલસી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...