તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • એકદન્તાય વિદ્ધમહે વક્ત્રતુન્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકદન્તાય વિદ્ધમહે વક્ત્રતુન્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશોત્સવનીઉજવણીમાં વિસર્જન ટાંણે પીઓપીની મૂર્તિથી નદી અને અન્ય જળસ્ત્રોત પ્રદૂષિત થાય છે. વિસર્જનનો અર્થ પણ છે કે મૂર્તિ પાણીમાં ભળી જવી જોઇએ.

સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે દિવ્ય ભાસ્કરની ઘરનાં ગણેશ અને ઘરમાં તેમનુ વિસર્જનની પહેલમાં ભલે આપણે પીઓપીની મૂર્તિ વખતે સ્થાપિત કરી હોય પરંતુ તેને પાલિકા કે અન્ય સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરી નર્મદા મૈયા સહિત અન્ય જળાશયોનાં જતનની ફરજ નિભાવી શકીએ છે. દિવ્ય ભાસ્કરની પહેલમાં ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળાની સ્વૈચ્છિક તથા સામાજિક સંસ્થાઓએ જોડાઇ પ્રતિમાનું વિસર્જન તો કૃત્રિમ કુંડમાં કરાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. જેમાં આપણે સૌ સહભાગી બનીએ.

ભરૂચ-નર્મદાજિલ્લામાં...

જળાશયોબનાવવામાં આવે છે.

ગણેશ મહોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મૂર્તીઓનું જયારે જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે પર્યાવરણને નુકશાન થાય છે. ભરૂચમાં છેલ્લા બે વર્ષથી અને અંકલેશ્વરમાં ચાર વર્ષથી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ કુંડમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાય તેમ છે.

વર્ષે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 06 સ્થળોએ કૃત્રિમ જળાશયો ઉભા કરવામાં આવશે. અંકલેશ્વરમાં ડીપીએમસી અને જળકુંડ ખાતે, ભરૂચમાં ઝાડેશ્વરમાં સાંઇ મંદિર નજીક, ઝઘડીયામાં મઢી ઘાટ ખાતે અને રાજપીપળામાં કરજણ નદીના ઓવારા ખાતે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવશે. ગણેશ વિસર્જનના દિવસે શ્રધ્ધાળુઓ તેમની પ્રતિમાઓનું નદી કે તળાવને બદલે કુંડોમાં વિસર્જન કરી શકે છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગત વર્ષે 1,784 પ્રતિમાઓનું કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરાયું હતું.

કૃત્રિમ કુંડના પાણીનો બગીચામાં ઉપયોગ થાય છે

ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોના પાણીનું શુધ્ધિકરણ કરવામાં આવે છે અને પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવામાં આવે છે. શુધ્ધિકરણ બાદ વધતાં પ્લાસ્ટર ઓફ પેરિસને ઉદ્યોગોને આપવામાં આવે છે જયાં તેનો ઉપયોગ રાસાયણિક ખાતર બનાવવા માટે થાય છે.

ભરૂચશહેર કોંગ્રેસની...

કરીદીધી હતી. કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ સુધી પણ ફરિયાદો પહોંચતાં પ્રદેશ સમિતિએ ભરૂચ શહેર કોંગ્રેસના માળખાને સ્થગિત કરી દેવા આદેશ કર્યો હતો. રાજયમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અસંતોષના દાવાનળને ઠારી દેવા ભરૂચ શહેર કોંગ્રેસના 86 સભ્યો ધરાવતી જમ્બો કમિટીની રચના કરવામાં આવી છે. નવી કમિટિમાં 17 ઉપપ્રમુખ, 19 મહામંત્રી, 24 મંત્રી, 24 કારોબારી સભ્યો અને એક ખજાનચી મળી 86 લોકોનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસથી નાખુશ ચાલી રહેલાં તમામ આગેવાનોને નવી કમિટીમાં સમાવી લઇને અસંતોષ ઓછો કરવાનો પ્રયાસ કરાયો છે. શહેર કોંગ્રેસના કાર્યક્રમોમાં ગણ્યાગાંઠયા આગેવાનો હાજર રહેતાં હોય છે ત્યારે શહેર કોંગ્રેસમાં હવે કાર્યકરો કરતાં હોદ્દેદારો વધી ગયાં હોય તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો