તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃત્રિમ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવ્યભાસ્કરનાં પર્યાવરણનાં જતન માટે કૃત્રિમ કુંડમાં શ્રીજીનું વિસર્જન કરી નર્મદા મૈયા સહિત અન્ય જળસ્ત્રોત પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાની પહેલમાં ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળાની સામાજિક સંસ્થાઓ આગળ આવી કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરાવવા તત્પરતા બતાવી છે.

પૃથ્વી તત્વના માલિક ગણેશજી છે. શાસ્ત્રોમાં પણ માટીની મૂર્તિને મહત્વ અપાયુ છે. લોકમાન્ય તિલકે પણ માટીની મૂર્તિ સ્થાપિત કરી ગણેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રદ્ધા અને ભાવ સાથે

...અનુસંધાન પાના નં.2

ગણેશોત્સવની ઉજવણીમાં વિસર્જન ટાંણે પીઓપીની મૂર્તિથી નદી અને અન્ય જળસ્ત્રોત પ્રદૂષિત થાય છે. વિસર્જનનો અર્થ પણ છે કે મૂર્તિ પાણીમાં ભળી જવી જોઇએ.

સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે દિવ્ય ભાસ્કરની ઘરનાં ગણેશ અને ઘરમાં તેમનુ વિસર્જનની પહેલમાં ભલે આપણે પીઓપીની મૂર્તિ વખતે સ્થાપિત કરી હોય પરંતુ તેને પાલિકા કે અન્ય સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરી પવિત્ર નર્મદા મૈયા સહિત અન્ય જળાશયોનાં જતનની આપણી ફરજ નિભાવી શકીએ છે. દિવ્ય ભાસ્કરની પહેલમાં ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળાની સ્વૈચ્છિક તથા સામાજિક સંસ્થાઓએ જોડાઇ પ્રતિમાનું વિસર્જન તો કૃત્રિમ કુંડમાં કરાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. જેમાં આપણે સૌ સહભાગી બનીએ.

કુંડમાં વિસર્જન કરી જળસ્ત્રોતનું જતન કરીએ

જળસૃષ્ટિ માટે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરો

^આજે પર્યાવરણ ને બચાવવાની ખુબ જરૂર છે. કૃત્રિમ કુંડમાં વિસર્જન કરી વખતથી જળસ્ત્રોતનાં જતનની પરંપરાને આપણે સૌએ અપનાવવી જોઇએ.દિવ્ય ભાસ્કરની પહેલને આવકારી શાળામાં માટીના ગણેશ બનાવડાવી છાત્રો અને વાલીઓને જાગૃત્ત કરાયાં છે. > ભાવેશજોષી, આચાર્યવાઇબ્રન્ટ સ્કૂલ

^પી.ઓ.પી અને કેમિકલ રંગો ના કારણે જળસૃષ્ટિને નુકશાન થાય છે. તો આપણી પવિત્ર નર્મદા નદીમાં આપણે વિસર્જન કરીએ છીએ ત્યાર બાદ જોતા સુધ્ધાં નથી.તંત્રની ઇકો વિસર્જન વ્યવસ્થામાં ભાગીદાર બનવુ ખૂબ જરૂરી છે. > કમલેશપંચાલ, પ્રમુખજે.સી.આઈ અંકલેશ્વર

હેલ્પ ગૃપ દ્વારા માટીના શ્રીજીની 10 શાળામાં હરીફાઇ યોજી

^રાજપીપળામાં આજે સૌથી વધુ માટીના ગણપતિ છે.વૃક્ષ વાવોથી લઇ માટીના ગણપતિ અને કુત્રિમ તળાવોમાં વિસર્જન દિવ્ય ભાસ્કરનો સુંદર અભિગમ છે. અમે હેલ્પ ગ્રુપ દ્વારા માટીના શ્રીજીની હરીફાઈ 10 શાળામાં યોજી હતી. > વિજયરામી, હેલ્પગ્રુપ, રાજપીપળા

પર્યાવરણ અને નર્મદા નદી બચાવવા ઇકો વિસર્જન જરૂરી

^નર્મદા નદીને નુકશાન કરતા POP અને રાસાયણિક રંગો યુક્ત મૂર્તિનું વિસર્જન કરી શું તો નર્મદા નદીને વધુ હાનિ પહોંચાડી શું. તંત્ર દ્વારા ઇકો કુંડમાં વિસર્જન જે કરાઇ રહ્યું છે તેમા આપણે સહભાગી બનવું જોઇએ. > અંજુકાલરા, પ્રમુખઇનર વ્હિલ ક્લબ, અંકલેશ્વર

{ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરી પર્વની ગરીમા સાથે નર્મદા મૈયાનું જતન કરી શકીએ છીએ

{ વિસર્જનનો અર્થ પાણીમાં વિસર્જિત થવુ છે ત્યારે POPની મૂર્તિ ઓગળતી નથી

જળસૃષ્ટિને થતા નુકસાન સામે દિવ્યભાસ્કરની અપીલને ભરૂચની વિવિધ સંસ્થાઓનું સમર્થન

નર્મદાની પવિત્રતા ઇકો ફ્રેન્ડલી વિસર્જનથી અકબંધ રાખીએ

^માટીનાં શ્રીજીનું સ્થાપન ભલે કરી શકયા હોઇએ તોપણ તંત્રના કૃત્રિમ જળાશયોમાં પ્રતિમાઓને ભાવભેર વિસર્જિત કરી આપણે નર્મદાની પવિત્રતાને અકબંધ રાખી તેનું ઋણ અદા કરી શકીએ છીએ. > જયકિશનસિંહપરમાર, સંભ્ય,ક્લિન ભરૂચ ક્લિન નર્મદા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો