તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ શહેર કોંગ્રેસની 86 સભ્યોની જમ્બો કમિટિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયમાંઆગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં અસંતોષના દાવાનળને ઠારવા માટે ભરૂચ શહેર કોંગ્રેસના 80 કરતાં વધારે સભ્યોવાળી જમ્બો કમિટીની રચના કરવામાં આવી છે. શહેર કોંગ્રેસમાં અગાઉ જાહેર થયેલી શહેર સમિતિમાં પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સિનિયર અને જુનિયર એમ બે ભાગલા પડી ગયાં હતાં. પ્રમુખ તરીકે નિર્મલસિંહ યાદવને ચાલુ રાખવામાં આવ્યાં છે.

ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ નિર્મલસિંહ યાદવે થોડા મહિનાઓ અગાઉ કમિટિના હોદ્દેદારોની વરણી કરી હતી. નવી કમિટિની જાહેરાત થતાંની સાથે કોંગ્રેસમાં ભડકો થયો હતો અને સિનિયર અને જુનિયર એમ બે જૂથ પડી ગયાં હતાં. પક્ષમાં આંતરિક વિખવાદ એટલો વકરી ગયો હતો કે બંને જૂથોએ અલગ અલગ કાર્યક્રમો આપવાની શરૂઆત

...અનુસંધાન પાના નં.2

કરી દીધી હતી. કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ સુધી પણ ફરિયાદો પહોંચતાં પ્રદેશ સમિતિએ ભરૂચ શહેર કોંગ્રેસના માળખાને સ્થગિત કરી દેવા આદેશ કર્યો હતો.

રાજયમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અસંતોષના દાવાનળને ઠારી દેવા ભરૂચ શહેર કોંગ્રેસના 86 સભ્યો ધરાવતી જમ્બો કમિટીની રચના કરવામાં આવી છે. નવી કમિટિમાં 17 ઉપપ્રમુખ, 19 મહામંત્રી, 24 મંત્રી, 24 કારોબારી સભ્યો અને એક ખજાનચી મળી 86 લોકોનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસથી નાખુશ ચાલી રહેલાં તમામ આગેવાનોને નવી કમિટીમાં સમાવી લઇને અસંતોષ ઓછો કરવાનો પ્રયાસ કરાયો છે. શહેર કોંગ્રેસના કાર્યક્રમોમાં ગણ્યાગાંઠયા આગેવાનો હાજર રહેતાં હોય છે ત્યારે શહેર કોંગ્રેસમાં હવે કાર્યકરો કરતાં હોદ્દેદારો વધી ગયાં હોય તેવો ઘાટ સર્જાયો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં અસંતોષને ઠારવાનો પ્રયાસ

કાર્યકરો કરતાં હોદ્દેદારો વધી ગયાં હોય તેવો ઘાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો