તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ નર્મદા જિલ્લામાં વિસર્જન માટે 6 કૃત્રિમ તળાવ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ-નર્મદા જિલ્લામાં વિસર્જન માટે 6 કૃત્રિમ તળાવ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચઅને નર્મદા જિલ્લામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 6 કૃત્રિમ તળાવ ઉભા કરવામાં આવશે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે બંને જિલ્લામાં જીપીસીબી તથા તંત્રના સહયોગથી કૃત્રિમ

...અનુસંધાન પાના નં.2

જળાશયો બનાવવામાં આવે છે.

ગણેશ મહોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મૂર્તીઓનું જયારે જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે પર્યાવરણને નુકશાન થાય છે. ભરૂચમાં છેલ્લા બે વર્ષથી અને અંકલેશ્વરમાં ચાર વર્ષથી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ કુંડમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાય તેમ છે.

વર્ષે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 06 સ્થળોએ કૃત્રિમ જળાશયો ઉભા કરવામાં આવશે. અંકલેશ્વરમાં ડીપીએમસી અને જળકુંડ ખાતે, ભરૂચમાં ઝાડેશ્વરમાં સાંઇ મંદિર નજીક, ઝઘડીયામાં મઢી ઘાટ ખાતે અને રાજપીપળામાં કરજણ નદીના ઓવારા ખાતે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવશે. ગણેશ વિસર્જનના દિવસે શ્રધ્ધાળુઓ તેમની પ્રતિમાઓનું નદી કે તળાવને બદલે કુંડોમાં વિસર્જન કરી શકે છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગત વર્ષે 1,784 પ્રતિમાઓનું કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરાયું હતું.

વર્ષ 2015માં કૃત્રિમ જળાશયોમાં થયેલું વિસર્જન

અંકલેશ્વર ડીપીએમસી - 741

અંકલેશ્વર જળકુંડ - 551

પાનોલી - 066

રાજપીપળા - 38

ઝઘડીયા મઢીઘાટ - 106

ભરૂચ - 279

કૃત્રિમ કુંડના પાણીનો બગીચામાં ઉપયોગ થાય છે

ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોના પાણીનું શુધ્ધિકરણ કરવામાં આવે છે અને પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવામાં આવે છે. શુધ્ધિકરણ બાદ વધતાં પ્લાસ્ટર ઓફ પેરિસને ઉદ્યોગોને આપવામાં આવે છે જયાં તેનો ઉપયોગ રાસાયણિક ખાતર બનાવવા માટે થાય છે.

ભરૂચમાં ઝાડેશ્વર સાંઇ મંદિર ખાતે તળાવનું નિર્માણ

ગત વર્ષે કૃત્રિમ કુંડોમાં 1,784 શ્રીજીની મુર્તીઓનું વિસર્જન કર્યું હતું

જિલ્લા તંત્ર દ્વારા ભરૂચના ઝાડેશ્વર પાસે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો