તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ પંથકમાં ઉનાળા જેવી ગરમીથી લોકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેર જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહ ઉપરાંતથી વરસાદે વિરામ લેતાં પંથકમાં ગરમનું પ્રમાણ વધી ગયું છે. આજે સોમવારે તાપમાનનો પારો વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેને કારણે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. શ્રાદ્ધના દિવસોમાં ગરમીનું પ્રમાણ હજી વધી જાય તેવી શક્યતાઓ વચ્ચે તે પહેલાં પંથકમાં મેહૂલિયાનો એક રાઉન્ડ થાય તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં ઉનાળાના દિવસો જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસભર આકાશ કોરૂ રહેવાને કારણે સુરજના તેજ કિરણો વચ્ચે શહેર જિલ્લાના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે ભરૂચ શહેરમાં તાપમાન 33 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જેને કારણે બપોરના સમયે માર્ગ ઉપરથી પસાર થતાં લોકોને જાણે આગની ભઠ્ઠીમાંથી પસાર થતાં હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો. બીજી તરફ રાત્રીના સમયનું તાપમાન પણ ઉંચુ રહેતું હોવાને કારણે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

બપોરે તાપમાનનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો

વરસાદે વિરામ લેતાં પંથકમાં તાપમાનમાં વધારો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો