તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેગમાર્ચ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે રેપીડ એકશન ફોર્સના જવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની સાથે ફલેગમાર્ચ યોજી હતી.

ભરૂચને સંવેદનશીલ જિલ્લો ગણવામાં આવે છે ત્યારે પોલીસતંત્રએ અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. પોલીસ પ્રત્યે લોકોના વિશ્વાસમાં વધારો થાય તે માટે કોન્ફીડન્સ બિલ્ડીંગ મેસર એકસસાઇઝ હેઠળ આરએએફની ટુકડીઓનું ભરૂચમાં આગમન થયું છે. ટુકડીઓ 26મી સુધી રોકાણ કરશે અને વિવિધ શહેરો અને નગરોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફલેગમાર્ચ કરશે. લોકો પોતાની જાતને સુરક્ષિત અનુભવી શકે તથા પોલીસ કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે તેવો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે કવાયત હાથ ધરવામાં આવે છે. બુધવારે આરએએફની ટુકડીએ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. આરએએફની ટીમ સાથે ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, ભરત રાઠોડ, પીઆઇ આર.કે.લાડવા, ઝેડ.એન.ધાસુરા, જી.જે.ચાવડા સહિત 100થી વધારે પોલીસ કર્મચારીઓ પણ જોડાયાં હતાં. રેપીડ એકશન ફોર્સની ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ ત્યાંની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે લોકો સાથે ચર્ચા વિચારણા કરી પોલીસ,આરએએફની કામગીરીથી માહિતગાર કર્યાં હતાં. લોકો એકમેક સાથે હળી મળીને રહે તથા કોમી એકતાની ભાવના જળવાઇ રહે તે માટે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યાં હતાં. આગામી દિવસોમાં અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, ઉમલ્લા અને રાજપારડી ખાતે આરએએફની ટીમો ફલેગમાર્ચ કરશે.

પોલીસ ટુકડીઓએ ફલેગમાર્ચ,ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તસવીર-રાજેશપેઇન્ટર

6 દિવસ સુધી ટીમો ભરૂચમાં રહેશે

^રેપીડએકશન ફોર્સની ટીમો 6 દિવસ સુધી જિલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લઇ ફલેગમાર્ચ કરશે. લોકોનો પોલીસમાં વિશ્વાસ વધે અને તેઓ સલામતીનો અનુભવ કરે તે માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. પોલીસતંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકે તે માટે આરએએફના જવાનો પોલીસ કર્મચારીઓને તાલીમ પણ આપશે. >સંદિપસિંગ, ડીએસપી, ભરૂચ

ભરૂચમાં રેપીડ એકશન ફોર્સની ટીમ સાથે પોલીસની ફલેગમાર્ચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો