તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમાર્ગોના 300થી વધુ દબાણો દૂર કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના મુખ્યમાર્ગો પરના 300થી વધારે દબાણો નગરપાલિકા દુર કરશે. મુખ્યમાર્ગો પર દબાણોથી ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની વ્યાપક ફરિયાદો બાદ પાલિકાએ દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવાનું નકકી કરાયું છે અને માટે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. દર વખતે દબાણો હટાવવાની ઝૂંબેશ પુરી થઇ ગયાં બાદ ફરીથી દબાણોનો ખડકલો થઇ જતો હોય છે ત્યારે દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત વર્તાઇ રહી છે.

શહેરના મુખ્યમાર્ગો પર લારી ગલ્લાના દબાણો તથા ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં દબાણોનો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર સંદિપ સાંગલએ નગરપાલિકા સત્તાધીશોને દબાણો દુર કરી માર્ગ ખુલ્લો કરવા સુચના આપી છે.

તારીખ 26 જુલાઇથી 2 ઓગષ્ટ સુધી નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દુર કરાશે. જેમાં શહેરના તમામ મુખ્યમાર્ગોને આવરી લેવાશે. ઝૂંબેશમાં રેલવે સ્ટેશનથી બીએસએનએલ કચેરી, સોનેરી મહેલથી શ્રવણ ચોકડી, સિવિલ હોસ્પીટલથી નર્મદા એપાર્ટમેન્ટ, કસક ગરનાળાથી તુલસીધામ, ગોલ્ડનબ્રિજથી એબીસી ચોકડી, કતોપોરબજારથી ભઠીયારવાડ સુધીના વિસ્તારોને આવરી લેવામાં આવશે. ભરૂચ નગરપાલિકાએ દબાણો દુર કરવા માટે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરી છે. ભરૂચના મુખ્યમાર્ગો પરના દબાણોને વારંવાર દુર કરવામાં આવે છે પણ લારી ગલ્લાઓ તથા આડેધડ વાહન પાર્કિંગ ફરીથી શરૂ થઇ જાય છે. દબાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી થતી નહિ હોવાથી દબાણ હટાવો ઝૂંબેશ માત્ર નામ પુરતી બની રહે છે.

ભરૂચ નગરના મુખ્યમાર્ગો પરના દબાણો દુર કરવામાં આવશે. તસવીર-રાજેશપેઇન્ટર

પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે

^દબાણહટાવો ઝૂંબેશ બાદ ફરીથી દબાણો ઉભા થઇ જતાં હોય છે. આવા દબાણકર્તાઓ સામે પોલીસ ફરિયાદ પણ નગરપાલિકા નોંધાવશે. મુખ્યમાર્ગોને ખુલ્લા કરવાના આશયથી ઝૂંબેશ શરૂ કરાશે. >કેતન વાનાણી,મુખ્યઅધિકારી, ભરૂચ નગરપાલિકા

સરકારી જમીન પરના દબાણો કયારે દુર કરાશે

ભરૂચશહેરના વિવિધ બગીચાઓ તથા અન્ય સરકારી જમીનોમાં દબાણો કરી દેવામાં આવ્યાં છે. દબાણ હટાવો ઝૂંબેશમાં લારી ગલ્લાવાળાઓનો ભોગ લેવામાં આવે છે. દબાણો દુર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે. સરકારી જમીનોમાં દબાણો કરનારાઓ સામે તંત્ર ઢીલાશ દાખવતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

દબાણો,પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા : સંકલન સમિતિની બેઠકમાં ફરિયાદ કરાઇ હતી

ભરૂચ શહેરમાં કડક કાર્યવાહીના અભાવે દર વખતે ઝૂંબેશ બાદ ફરી દબાણોનો ખડકલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો