તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચમાં BSPનો નરેન્દ્ર મોદીના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં BSPનો નરેન્દ્ર મોદીના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનાઉત્તરપ્રદેશના ઉપપ્રમુખ દયાશંકરસિંહે બીએસપીના સુપ્રિમો માયાવતી સામે અભદ્દ ભાષાનો પ્રયોગ કરતાં આજે ભરૂચમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીએસપીના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા દહનનો કાર્યક્રમ બનાવ્યો હતો પણ પોલીસને જાણ થઇ જતાં તેમનો કાર્યક્રમ નિષ્ફળ રહયો હતો.

ઉનામાં દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ઘટના બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ રાજયસભામાં દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં ઉત્તરપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકરસિંહે માયાવતી વિરૂધ્ધ અભદ્દ ભાષાનો પ્રયોગ કર્યો હતો. નિવેદન સામે આજે ગુરૂવારે ભરૂચમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ કાર્યક્રમ યોજયો હતો. રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થયેલાં કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી દયાશંકરસિંહની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મોદીના પુતળા દહનની યોજના બનાવી હતી પણ પોલીસને જાણ થઇ જતાં ડીવાયએસપી ચૌહાણ તથા અન્ય અધિકારીઓ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યાં હતાં. કાર્યકરોનો પુતળા દહન કરવાનો કાર્યક્રમ નિષ્ફળ રહયો હતો.

ભાજપના નેતાની ધરપકડ કરો

^માયાવતીએઉનામાં બનેલી ઘટનાને રાજયસભામાં ઉછાળ્યો હતો. દલિતોના અત્યાચાર સામે વિરોધ કરી રહેલાં માયાવતી સામે ભાજપના યુપીના ઉપ પ્રમુખ દયાશંકર સિંહે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તે નિંદનીય છે. આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આજે ભરૂચમાં કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. >સુખરામ મૌર્ય,પ્રદેશમહામંત્રી, બીએસપી

માયાવતી સામે કરેલાં વાણી વિલાસ સામે વિરોધ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો