તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેટકોના કર્મીઓ દ્વારા હડતાળની ચિમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચઅને નર્મદાનાં 20 સબસ્ટેશનમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા કોન્ટ્રાકટ પરનાં 160 જેટલા કર્મચારીઓએ સમાનકામ અને સમાન વેતનની માંગણી સાથે શ્રમ આયુકતમાં ફરિયાદ કરતા ગુરુવારે જેટકોની ભરૂચ સર્કલ ઓફિસે બેઠક માટે બોલાવાયા હતા. કોન્ટ્રાકટ એજન્સીનાં એમ.ડી. તેઓની બદલી,નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અાપતા રોષે ભરાયેલા કામદારોએ આગામી સમયમાં સબસ્ટેશનમાં કામ બંધ કરી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશનનાં વર્ષ 2005 બાદ બનેલા સબસ્ટેશનોમાં ઓપરેટરો, હેલ્પરો અને ઇલેકટ્રીક આસીસસ્ટન્ટો કોન્ટ્રાકટ એજન્સીઓમાં ફરજ બજાવે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 66 કેવીનાં 20 સબસ્ટેશનમાં વિવિધ એજન્સી મારફતે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 160 કોન્ટ્રાકટરનાં કર્મચારીઓએ સમાન કામ અને સમાન વેતનની માંગણી સાથે શ્રમ આયુકતમાં ફરિયાદ કરી હતી.

એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદોને ધ્યાને લઇ ગુરુવારે ભરૂચ સર્કલમાં આવેલી જેટકોની કચેરી ખાતે દરેક સબસ્ટેશનમાંથી 1 હેલ્પર અને ઓપરેટરને બેઠક માટે બોલાવાયા હતા. જેટકોનાં મુખ્ય ઇજનેર યુ.સી. પટેલ સહિતનાં અધિકારીની ઉપસ્થિતિમાં ચામુંડા ઇલેકટ્રીક પ્રા.લિ. નાં એમ.ડી. એન.કે.રાઠોડે બદલી કરી દેવાની તેમજ નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપ્યાંનાં આક્ષેપ સાથે કામદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સબસ્ટેશનમાં કામદારો કામગીરી ઠપ કરશે તો અંધારપટ છવાશે તેવો પણ રોષ ઠાલવ્યો હતો.

^વડી અોફિસમાંથી લેટર આવ્યો હતો. આઉટસોર્સ સબસ્ટેશનમાં કર્મીઓ કામ કરે છે તે એજન્સીઓ સામેની પોતાની લેખિત ફરિયાદો મોકલાવે. કોન્ટ્રાકટનાં કામદારોને થઇ રહેલા અન્યાયની ફરિયાદ આવતા ભરૂચ ખાતે આજે કામદારોને સાંભળવા બોલાવાયા હતા. એજન્સીને પણ હાજર રખાઇ હતી. 23 જુલાઇએ એમ.ડી. ની બેઠકમાં એજન્સીઓ સામે એકશન લેવાશે. >યુ.સી.પટેલ, મુખ્ય ઇજનેર, જેટકો

^ગુરુવારે બેઠક માટે સવારથી બોલાવાયા હતા. બે-બે કર્મચારીઓને જેટકોનાં ચીફ ઇજનેરની ચેમ્બરમાં બોલાવતા હતા. હાજરીમાં ચામુંડા એજન્સીનાં એમ.ડી.એ નોકરીમાંથી કાઢી મૂકી ઘરે બેસાડી દેવાની ધમકી આપી હતી. અગાઉ હક માંગતા બદલી કરી દેવાઇ હતી. અમારી માંગણીઓ નહિ સ્વિકારાય તો આગામી દિવસોમાં હડતાળ પડાશે. >હિતેશ ચૌધરી,અોપરેટર

તપાસ કમિટી કાર્યવાહી કરશેે

કાઢી મૂકવાની ધમકી આપી

કોન્ટ્રાકટનાં કામદારો એજન્સીઓ દ્વારા થતા અન્યાય સામે આગામી દિવસોમાં આંદોલન છેડશે.

એમ.ડી.એ અધિકારીઓની હાજરીમાં બદલી-છૂટા કરી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ

ભરૂચમાં આવેલી જેટકોના કોન્ટ્રાકટરનાં કર્મીઓ કામગીરી ઠપ કરશે તો અંધારપટ છવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો