તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજકંપનીના લોકદરબારમાં 9 પ્રશ્નોનો નિકાલ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગસેવાસદન કચેરી ખાતે ગુરૂવારે યોજાયેલાં વીજકંપનીના લોકદરબારમાં 9 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કચેરીમાં વીજળી ડુલ થઇ જતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

નેત્રંગના અર્બન, જ્યોતિગ્રામ, એગ્રીકલ્ચરના 14 જેટલા ફિડરોમાં વીજ કંપનીના ગ્રાહકોને લગતા વિવિધ પ્રશ્નોના નિકાલ કરવા લોક દરબારનું આયોજન કરાયું હતું. કુલ 11 પ્રશ્નો આવેલા હતાં જેમ 9 પ્રશ્નનું નિરાકરણ લવાયું હતું. ઝગડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પણ 12 જેટલા પ્રશ્નો લેખિતમાં આપ્યા હતા.વીજ કંપની કે લોકોની ભૂલને કારણે વીજ બીલ વધુ આપ્યું હોય તેને માફ કરવું અથવા હપ્તા કરી આપવા ડીજીવીસીએલએ નીતિ વિષયક પ્રશ્ન હોવાનું જણાવ્યુ હતું. નાના જાંબુડા અને વિસ્તારના અમુક ખેડૂતોને ખાડીને સામે પાર ડેડીયાપાડા તરફથી વીજ લાઇન છે તેને નેત્રંગ તરફથી આપવા રજૂઆત કરાઇ હતી. વીજ કંપનીએ બીપીએલ લાભાર્થીઓને વિનામુલ્યે આઠ દિવસમાં કનેક્શન આપશે તેમ કહ્યું હતું. નેત્રંગ તાલુકાનાં ગામોમાં પસાર થતી વીજ લાઈનો ઘણી જૂની અને જર્જરિત હાલતમાં તેને નવી કરવાનો પ્રશ્ન જે પ્રગતિમાં હોવાનું જણાવેલ હતું. વીજ અધિનિયમ 2003ની કલમ 135 અન્વયે નોંધાયેલ વીજ ચોરીના કેસ અંગે બીલ માફ કરવાનો પ્રશ્નમાં કોર્ટમાં જવાનું સૂચન કરાયું હતું. લોક દરબારમાં સુરતના અધિક્ષક ઇજનેર બી.આર.આઇસક્રીમવાલા, ભરૂચના અધિક્ષક ઇજનેર બી.કે.પરમાર, કાર્યપાલક ઈજનેર પી.જે.ભટ્ટ, મામલતદાર કે.ડી.કોળી, ટીડીઓ જી.એ.આડમાર, તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવા અને તાલુકાનાં સરપંચો, ફરિયાદીઓએ હાજર રહી લોક દરબારમાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરાયાં હતાં

વીજકંપનીનો લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. તસવીર-અતુલપટેલ

નેત્રંગમાં કાર્યક્રમના આરંભે વીજ કંપનીની વીજળી ડુલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો