તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • દહેજની વેલ્સપન કંપનીએ 119 કર્મચારીઓને છુટા કરતાં હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજની વેલ્સપન કંપનીએ 119 કર્મચારીઓને છુટા કરતાં હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેજખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા એક સાથે 119 કર્મચારીઓને પોસ્ટ મારફતે અેક બેઝિકનો ચેક સાથે નોકરી પરથી દુર કર્યાનો લેટર મોકલી આપતાં રોષે ભરાયેલાં કર્મચારીઓએ કંપનીના ગેટ સામે ધરણાં યોજી હંગામો મચાવ્યો હતો. બીજી તરફ કંપની દ્વારા પાઇપ ઇન્ડસ્ટ્રિઝમાં મંદીના કારણે પગલું ભર્યું હોવાનું જણાવી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે.

દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપનીમાં ફરજ બજાવતાં 119 કર્મચારીઓને એક સાથે કંપની દ્વારા પાણિચું આપી દેવાના મામલે ભારે હોબાળો મચ્યો હતો. કંપનીના સંચાલકો દ્વારા કંપનીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને એક સાથે પોસ્ટ દ્વારા તેમને નોકરીમાંથી છુટા કરાયાં હોવાનો લેટર તેમજ પગારના એક બેઝિકનો ચેક મોકલી આપી તેમને કંપનીમાંથી દુર કર્યાં હતાં. જેના પગલે કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો. કંપનીમાં 20-20 વર્ષથી ફરજ બજાવતાં અને કાયમી કામદારોએ તેમના જીવનનો મોટાભાગનો સમય કંપનીને ફાળવ્યો હોવા છતાં તેમને તમામને કંપનીમાંથી દુર કરવામાં આવતાં કર્મચારીઓએ આજે ગુરૂવારે કંપનીના ગેટ સામે ધરણાં કર્યાં હતાં.

કંપનીમાં પ્રોડક્શન ચાલી રહ્યું હોવાનું તેમજ કંપની નફામાં કામ કરતી હોવા છતાં કામદારોને દુર કરવામાં આવ્યાં હોવાની રાવ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા તેમને છુટા કરવામાં આવતાં મોટી ઉમરના કારણે મોટાભાગના કર્મચારીઓને અન્યત્ર નોકરી નહીં મળતાં તેમને બેરોજગારીનો ભોગ બનવું પડશે. પરિવાર આર્થિક સંકળામણમાં ભિંસાય તો કર્મચારીઓને પોતાના જીવનનો પણ અંત આણવો પડે તેવી પરિસ્થિતી સર્જાઇ શકે છે. કંપની દ્વારા માત્ર એક બેઝીકનો ચેક પોસ્ટ મારફતે મોકલી આપી કર્મચારીઓએ આટઆટલાં વર્ષથી કંપનીમાં પોતાનું યોગદાન આપ્યું હોવા છતાં તેમની સાથે અન્યાય કર્યો હોવાનો રોષ કર્મચારીઓ ઠાલવ્યો હતો. કંપની દ્વારા તેમને નોકરી પર પરત લેવામાં નહીં આવે તો કર્મચારીઓ આમરણાંત ઉપવાસ પર ઉતરવામાં પણ પિછેહટ નહીં કરે તેમ કર્મચારીઓએ જણાવ્યું હતું.

જોકે સમગ્ર મામલામાં કંપની દ્વારા પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પાઇપ ઇન્ડસ્ટ્રિઝમાં મંદીના કારણે કંપની દ્વારા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે આગામી દિવસોમાં કંપનીમાં પ્રોડક્શન માટે ભરતી કરવાની થશે તો તેમને પ્રાથમિકતાં અપાશે.

મંદીના કારણે પગલું ભર્યું

^પાઇપઇન્ડસ્ટ્રીઝમાં મંદી ચાલી રહી હોવાથી એક વર્ષથી ઓર્ડર મળી રહ્યાં નથી. કંપનીના બે પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડતાં કર્મચારીઓને છુટા કરવામાં આવ્યાં છે. કંપનીને ઓર્ડર મળશે અને ફરી પ્લાન્ટ ચાલુ થશે. ત્યારે નોકરીમાં છુુટા કરાયેલાં કર્મચારીઓની ભરતીને પ્રાધાન્ય અપાશે. >પરિમલસિંહ રણા,એચ.આર.મેનેજર, વેલ્સપન

119 કર્મચારીઓને છુટા કરાતાં કંપનીના ગેટ સામે ધરણાં કર્યાં હતાં.

કંપનીએ કોઇ જાણકારી વિના અમને દુર કર્યાં

^કંપનીમાંઅમે પણ કામ કરી છીએ. કંપનીને નુકશાનની વાતો ખોટી છે. ફક્તને ફક્ત માણસો ઘટાડવા માટેનું કૃત્ય છે. કર્મચારીઓના ભવિષ્ય અંગે કોઇ વિચારણાં કર્યાં વિના, કર્મચારીઓ સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા વિચારણાં કર્યાં વિના કંપનીએ પગલું ભર્યું છે. પોતાના હક્ક માટે કામદારો અને જરૂર પડ્યે કામદારોના પરિવારજનો પણ કંપનીના ગેટ સામે હડતાળમાં ઉતરશે. >અરવિંદ ગોહિલ,વાઇસપ્રેસિડન્ટ, કામદાર યુ.

રોષે ભરાયેલાં કર્મચારીઓએ કંપનીના ગેટ સામે ધરણાં યોજી હંગામો મચાવ્યો

પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીના કારણે પગલુ ભરવામાં આવ્યું હોવાનો કંપનીનો બચાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો