Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
108 વર્ષ જુની દાંડિયાબજાર શાળાના નવા મકાનનું લોકાર્પણ
ભરૂચનગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત અને શહેરની 108 વર્ષ જુની દાંડિયાબજાર પ્રાથમિક શાળાની ઇમારત અત્યંત જર્જરિત થઇ જતાં ઇમારતનું નવીનિકરણ કરી શાળામાં ધો 1થી 8ના વિદ્યાર્થીઓ માટે કુલ 10 રૂમ તેમજ એક આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત દાંડિયાબજાર શાળાનું આજે ગુરૂવારે ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સીઆરસી દાંડિયાબજાર શાળા નંબર 6ની નવી ઇમારતનું આજે ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરની 108 વર્ષ જુની દાંડિયાબજાર શાળા વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપતી મહત્વપુર્ણ શાળા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શાળાની ઇમારત જર્જરિત થઇ ગઇ હોવાને કારણે સીએસઆર યોજના અંતર્ગત દહેજની હિન્ડાલકો બિરલા કોપર કંપનીના સહયોગથી દાંડીયા બજાર શાળા નં.6 ની નવી ઇમારણ તૈયાર કરવામાં અાવી હતી. જેમાં ધોરણ-1 થી 8 સુધીની નવીન શાળામાં કુલ 10 રૂમ તથા આંગણવાડી સહિતનું મકાન તૈયાર કરાયું હતું. જેનું આજે ગુરૂવારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર સેવા સદન ભરૂચના ઇન્ચાર્જ પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા, દહેજની બિરલા કોપર કંપનીના અધિકારી એચ.આર.પટેલના વરદહસ્તે તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાડીયા બજાર શાળા નં.6 કે જે 108 વર્ષ જુની હતી તથા જર્જરીત હોવાને કારણે ધારાસભ્ય દુષ્યંત પટેલ, વહીવટીતંત્ર તેમજ નગર સેવાસદનના પ્રયાસોથી સી.એસઆર યોજના અંતર્ગત કંપનીના સહયોગથી રૂા.32 લાખના ખર્ચે ધોરણ-1 થી 8 માટે દસ જેટલા રૂમો ધરાવતી અદ્યતન નવિનત્તમ શાળા તથા આંગણવાડી બનાવવામાં આવી છે. કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકાના ચીફઓફિસર કેતન વાનાણી, પાલિકાના નગર સેવકો, શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના આચાર્ય તથા શિક્ષકો, વાલીઓ તેમજ એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરાયું હતું.
ભરૂચમાં સંચાલિત શાળાની ઇમારત જર્જરીત થઇ ગઇ હતી