Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગળ ખતરો છે તેમ કહી વૃદ્ધાના ઘરેણાં ઉતારાવી ત્રણ ગઠિયા ફરાર
ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી શબરી સ્કૂલ પાસે અેક વૃદ્ધાને ત્રણ ગઠિયાઓએ આગળ ખતરો હોવાનો ભય બતાવી તેમના ઘરેણા એક પાકિટમાં મુકાવતી વેળાં નજર ચુકવી દાગીના ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના મક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં રહેતાં 65 વર્ષીય નર્મદાબેન કેશવ માછીપટેલ કોઇ કામ અર્થે શબરી સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ત્રણ ગઠિયાઓ તેમની પાસે આવી પહોંચ્યાં હતાં. મજબુત બાંધાના બે અને પાતળી કાંઠીના એક યુવાને નર્મદાબેનને જણાવ્યું હતું કે, આગળ ખતરો છે જેને પગલે તમે તમારા ઘરેણાં કાઢીને તમારા પાકિટમાં મુકી દો. જેને પગલે ગભરાયેલાં નર્મદાબેને તેમના ગળમાંથી અઢી તોલાનો સોનાનો દોરો તેમજ સોનાની બે બંગડી મળી કુલ 52હજારના દાગીના ઉતારી તેમણે તેમના પાકિટમાં મુકવાની કવાયત હાથ ધરી હતી. અરસામાં ગઠિયાઓએ કોઇ રીતે તેમના દાગીના નજર ચુકવીને કાઢી લીધા હતાં. સમયાંતરે નર્મદાબેન માછીપટેલે તેમનું પાકિટ ખોલીને જોતાં તેમાં તેમના દાગીના મળી આવ્યાં હતાં. ઘટનાને પગલે નર્મદાબેને આસપાસના લોકોને જાણ કરતાં લોકોએ તેમણે જણાવાયાનુંસારના ત્રણેય શખ્સોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો કોઇ પત્તો લાગ્યો હતો. દરમિયાન નર્મદાબેને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાડેશ્વર રોડ પર દાગીના થેલીમાં મુકાવતી વેળાં સરકાવી લીધા