તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશીનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૌરીવ્રતનીજાગરણે ગુરુુવારે ભરૂચ શહેરનાં બગીચાઓ અને માર્ગો કુંવારીકાઓની ભીડથી છલકાઇ ઉઠયાં હતા. બગીચાઓમાં વિવિધ રમતો રમવા સાથે રાતે 12 વાગ્યા સુધી મેળામાં મહાલી કુંવારીકાઓએ જાગરણ કર્યુ હતું. શેરીઓ અને સોસાયટીઓમાં મોડી રાત સુધી વિવિધ રમતોની રમઝટ જામી હતી. સવારથી કુંવારીકાઓ દ્વારા ગૌરોનું વિસર્જન હાથ ધરાશે.

ગુરુવારે ગૌરીવ્રતની જાગરણે બપોર બાદથી ભરૂચ શહેર અને જિલ્લાનાં બાગ-બગીચા, મુખ્ય માર્ગો, સિનેમા ગૃહો પર કુંવારીકાઓની ભીડ ઉમટવાની શરૂ થઇ ગઇ હતી. ગૌરોનાં પ્રારંભથી વહેલી સવારે દેવાલયોમાં જવારા સાથે શિવપૂજન કરતી કુંવારીકાઓએ આજે વ્રતનાં પાંચમાં દિવસે પણ સૂકો મેવો સહિત મોળો ખોરાક આરોગ્યો હતો. જાગરણ નિમિતે જાહેર સ્થળો તેમજ બાગ-બગીચા આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

શહેરનાં માતરીયા તળાવ, દાદાભાઇ બાગ, જે.બી.મોદી પાર્ક સહિત અન્ય હરવા ફરવાનાં સ્થળે કુંવારીકાઓ તેમની સખા અને વાલીઓ સાથે ઉમટી પડી હતી.

ભરૂચના બગીચાઓમાં વિવિધ પ્રકારની રમતોની મજા માણી રહેલી કુવારીકાઓ નજરે પડે છે.

ભરૂચનાં બગીચાઓ-માર્ગો કુંવારીકાઓથી છલકાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો