તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાની ઘટનાના વિરોધમાં દલિત સમાજનો ચકકાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયામાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

ભરૂચશહેરના શકિતનાથ વિસ્તારમાં દલિત સમાજે ચકકાજામ કરી ઉનામાં દલિત યુવાનોને મારવાની ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દલિત સમાજના લોકોએ રસ્તો જામ કરી દેતાં વાહનોની કતાર લાગી ગઇ હતી. પોલીસે દરમિયાનગીરી કરતાં વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો ત્યારબાદ રેલી સ્વરૂપે પહોંચી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ઉનામાં મૃત પશુનું ચામડું ઉતારી રહેલાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાના દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયાં છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં દલિત સમાજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી રહયો છે. આજે ગુરૂવારે વિવિધ સંસ્થાઓ તરફથી આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં. શહેરના શકિતનાથ વિસ્તારમાં એકત્ર થયેલાં દલિત સમાજના આગેવાનોએ રસ્તા રોકો આંદોલન શરૂ કરી દેતાં ચકકાજામ થઇ ગયો હતો.

દલિત સમાજે ઉનાની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યાં હતાં. પાંચબત્તી તથા શ્રવણ ચોકડી તરફથી આવતો ટ્રાફિકજામ થઇ જતાં બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. પોલીસે દરમિયાનગીરી કરતાં વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો. દલિત આગેવાનોએ ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આજે ગુરુવારે મુળનિવાસી સંઘ, જમિયતે ઉલમા હિંદ, લોકજનશકિતિ પાર્ટી સહિતની સંસ્થાઓએ ઉનાની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપ્યાં હતાં. આવેદનપત્ર આપતી વેળા મુળ નિવાસી સંઘના રાષ્ટ્રીય કારોબારી મેમ્બર પરેશ મહેતા, મહામંત્રી હનીફ હાસલોદ, ઓબીસી વિભાગના પ્રમુખ જગદીશ પાટવાડીયા, સૌરાષ્ટ્ર નવનિર્માણ સેનાના બાબુભાઇ મિસ્ત્રી, શૈલેષ વસાવા, સુરેશ વસાવા, નારાયણ વસાવા, લક્ષ્મણ પરમાર સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. તેમણે આદિવાસી તથા દલિત સમાજ પર થઇ રહેલાં અત્યાચારો અટકાવવા માંગ કરી હતી.

ઉગ્ર વિરોધ|આદિવાસી-દલિત સમાજ પર થઇ રહેલાં અત્યાચારો અટકાવવા માંગ

ઉનામાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાના વિરોધમાં ઝઘડીયામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.તસવીર-મુકેશ શાહ

{ શકિતનાથે ખાતે રસ્તો રોકી લેતાં વાહનોની કતાર લાગી વિવિધ સંસ્થાઓએ આવેદન આપી દલિત અત્યાચારને વખોડ્યો

{ દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ઘટનાના જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો : પોલીસ દરમિયાનગીરી બાદ વાહનવ્યવહાર શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો