તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડેશ્વર ચોકડી પાસે બાઇક પરથી પટકાતાં એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરમાંઆવેલાં મિઠા ફળિયા વિસ્તારમાં રહેતો અનિલ રમેશ વસાવા વલણ ગામે તેની ફોઇ ગંગાબેન વસાવાને બાઇક ઉપર બેસાડી ભરૂચ તરફ આવતાં હતો. બાદમાં ઝાડેશ્વર ચોકડી પાસે બાઇક ઉપર બેસેલાં ગંગાબેનનું સંતુલન નહીં રહેતાં તેઓ બાઇક ઉપરથી નીચે પડી જતાં તેમના માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આસપાસમાંથી પસાર થતાં રાહદારોઓ,વાહન ચાલકો એકત્ર થઇ ગયાં હતાં. બનાવની જાણ 108ને કરાતાં સ્થળ ઉપર આવી પહોંચેલી 108ની ટીમે તેમને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર જણાતાં તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યાં હતાં. સારવાર બાદ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો