• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કેશવાણમાં ખાળકૂવો બેસી જવાના મામલે બે પરિવારો બાખડ્યાં

કેશવાણમાં ખાળકૂવો બેસી જવાના મામલે બે પરિવારો બાખડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાતાલુકાના કેશવાણ ગામે બે પરિવારો વચ્ચે ખાળકૂવો બેસી જવાના મામલે ધિંગાણું સર્જાયું હતું. બનાવને પગલે વાગરા પોલીસે બન્નેની ફરિયાદના આધારે કુલ 10 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, કેશવાણ ગામે રહેતાં જયશ્રી અશોક જોષીના ઘર પાસે તેમના ઘરનો ખાળકુવો આવેલો છે. જ્યાં નજીકથી દોઢેક મહિના પહેલાં ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નખાતાં જેતે સમયે તેમે ગટર લાઇન નાંખવાનો ઇન્કાર કરતાં તેમનો ફળિયાના પૃથ્વીરાજસિંહ ગંભીરસિંહ રણા સાથે ઝઘડો થયો હતો. દરમિયાન તેમનો ખાળકૂવો બેસી જતાં તેઓએ ગ્રામપંચાયત સરપંચના પતિ પ્રવિણ વસાવા તેમજ ડે. સરપંચના પતિ સુરેન્દ્રસિંહ છત્રસિંહ રણા સહિતનાઓને બોલાવી તે મામલે જણાવતાં હતાં. તેે વેળાં તેમના પાડોશી ચિતરંજન પંડ્યા, કિર્તીબેન પંડ્યા, વર્ષા ગોહિલ, પાયલ ગોહિલ તેમજ પૃથ્વિરાજસિંહ રણાએ તેમની સાથે

...અનુસંધાન પાના નં.2

વાગરા પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદ નોંધાઇ

પંચાયતની ગટર લાઇનના કારણે ભૂવો પડ્યાની રાવ

અન્ય સમાચારો પણ છે...