• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ પાલિકાના સેનેટરી સબ ઇન્સપેકટર અને મુકાદમ સસ્પેન્ડ

ભરૂચ પાલિકાના સેનેટરી સબ ઇન્સપેકટર અને મુકાદમ સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકાના વોર્ડ નંબર 6ના સેનેટરી સબ ઇન્સપેકટર અને મુકાદમને ફરજમાં બેદરકારી બદલ એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પ્રમુખ તથા મુખ્ય અધિકારીના રાઉન્ડ દરમિયાન બંને સફાઇની કામગીરીના સ્થળના બદલે ચાની લારી પર બેઠેલા મળી આવ્યાં હતાં.

વોર્ડ નંબર 6ના સેનેટરી સબ ઇન્સપેકટર કૌશિક આમોદીયા અને મુકાદમ જય સોલંકીને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વોર્ડ નંબર 6માં તેમની ફરજ દરમિયાન તેઓ કામના સ્થળના બદલે ચાની લારી પર બેસેલા મળી આવ્યાં હતાં. પ્રમુખ અને મુખ્ય અધિકારીના રાઉન્ડ દરમિયાન મખદુમ પાર્ક, જીલ્લા પંચાયત કોલોની, બોરભાઠા બેટ, નર્મદા બંગલોઝ સહિતના સ્થળોએ ગંદકીના ઢગલા મળી આવ્યાં હતાં. ફરજમાં બેદરકારી બદલ તેમને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે.

વોર્ડ 6માં કામગીરી કરવાને બદલે અન્ય સ્થળે બેઠા હતાં પ્રમુખ અને મુખ્ય અધિકારીના રાઉન્ડ દરમિયાન ઝડપાયા

એક સપ્તાહ સુધી ફરજ બજાવી શકશે નહિ

અન્ય સમાચારો પણ છે...