• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નવગ્રહ મંદિરે દર્શનાર્થે આવેલાં 5થી વધુને શ્વાને કરડી ખાધા

નવગ્રહ મંદિરે દર્શનાર્થે આવેલાં 5થી વધુને શ્વાને કરડી ખાધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં આવેલાં લાલ બજાર વિસ્તારમાં અતિજૂનુ નવગ્રહ મંદિર આવેલું છે. દરમિયાન હાલમાં શ્રાવણ મહિનો ચાલતો હોઇ તેમજ શિતળા સાતમનો તહેવાર હોઇ ભકતો મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડતાં હતાં.

અરસામાં એક શ્વાન હડકાઇ ગયો હોય કે અન્ય કોઇ કારણસર અચાનક આક્રમક બની ગયો હતો. મંદિરે દર્શનાર્થે આવેલાં ચારથી વધુ લોકોને શ્વાને કરડી જતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. શ્વાન દ્વારા લોકો પર હૂમલો કરવામાં આવી રહ્યો હોવાની વાત વિસ્તારમાં ફેલાઇ જતાં સ્થાનિકોમાં ફફડાંટ ફેલાયો હતો.

કેટલાંય લોકોએ તેમના નાના બાળકોને તુરંત ઘરોમાં બોલાવી લીધાં હતાં. ઉપરાંત ચોક્કસ શ્વાનથી લોકો સુરક્ષિત અંતર રાખીને પોતાના કાર્ય કરે તેવા પ્રયાસ કર્યાં હતાં. શ્વાન દ્વારા થયેલાં હૂમલાઓને લઇને તંત્ર દ્વારા તાકિદે એક્શનમાં આવી તેને ઝડપી પાડવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...