ઝઘડિયા ઉદ્યોગ મંડળે 30 હજાર ફુડપેકેટ મોકલાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાતેમજ ઉત્તર ગુજરત આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી થઇ છે. જેમાં લોકો નિરાધાર બન્યા છે. સમગ્ર રાજ્ય તરફથી તેમના માટે મદદ કરાઇ રહી છે. ઝગડીયાના ઉદ્યોગ મંડળે પણ આવી ભાવના સાથે પૂર અસરગ્રસ્ત માટે 30 હજાર ફૂડ પેકેટ અને 40 હજાર પાણી પાઉચ રવાના કરાયા હતાં.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી માર્ગદર્શન હેઠળ ઝગડીયા એસડીએમના નેતૃત્વમાં ઝગડીયા ઉદ્યોગ મંડળ દ્વારા 30 હજાર જેટલા ફૂડ પેકેટ તેમજ 40 હજાર જેટલા પાણી પાઉચ પેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી ઉપપ્રમુખ બી.એલ.ઉપ્પલ, નરેન્દ્ર ભટ્ટ તેમજ એસોશિયેશન સભ્યો જહેમત ઉઠાવી હતી. ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી જણાવ્યું હતું કે, આગામી દિવસો જરૂરિયાત મુજબ બીજા ફૂડ પેકેટ પણ મોકલવામાં આવશે.

આગામી દિવસોમાં વધું ફુડપેકેટ મોકલાશે

બનાસકાંઠાના અસરગ્રસ્તોને સહાય મોકલાઇ

અન્ય સમાચારો પણ છે...