• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઢાઢર નદીમાં વર્ષો બાદ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી

ઢાઢર નદીમાં વર્ષો બાદ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા તથા પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદના પાણી ઢાઢર નદીમાં આવી રહયાં છે. નદીની સપાટી હાલ 93 ફૂટ પર પહોંચી છે. નદીમાં વર્ષોથી વેલ સહિતની વનસ્પતિઓ ઉગી નીકળી છે જેના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય રહયો છે. નદીના પાણીનો ઝડપથી નિકાલ થાય અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાવો થાય તે માટે વર્ષો બાદ સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. મામલતદાર જનક તાપીયાવાલાના માર્ગદર્શન હેઠળ વરસાદમાં 70થી વધારે શ્રમજીવી સફાઇ કામગીરીમાં જોતરાઇ ગયાં છે. મગરોની હાજરીને જોતા રેલવે બ્રિજ પરથી સફાઇ કામ ચાલી રહયું છે. જનક તાપીયાવાલાએ જણાવ્યું હતું કે, નદીમાં પાણીના ઝડપી નિકાલ માટે સફાઇ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારના ગામોના લોકો સાથે સંપર્ક કરી તેમને સતર્ક રહેવા સુચના પણ આપી છે.

70 શ્રમજીવીઓ કામગીરીમાં જોતરાયાં : નદીમાં નવા નીરની આવક થઇ રહી છે

વેલો ઉગી નીકળતા ઢાઢર નદીના પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે

અન્ય સમાચારો પણ છે...