પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇકપર આવેલાં અને મોઢે રૂમાલ બાંધેલાં બે યુવાનોએ તેમને રોકી શ્રવણ ચોકડી તરફ જવાનો રસ્તો પુછ્યો હતો. દરમિયાન તક મેળવી ગઠિયાઓએ તેમના ગળામાંની 10 ગ્રામની સોનાની ચેઇન તોડી ગઠિયાઓ નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શહેરી વિસ્તારમાં કોઇ પણ મહિલા બપોરના સમયે ઘરે એકલી હોય તો ત્યાં તેઓ કુરિયર આપવાના બહાને કે અન્ય કોઇ બહાને પહોંચી જતાં હતાં. વાતોમાં ભોળવી તેમને બહાર બોલાવ્યાં બાદ તેમનો અછોડો તાડી તેઓ નાસી છુટતાં હતાં. રસ્તે ચાલતી એકલી મહિલા કે વૃદ્ધ મહિલાઓને પણ ટોળકી ટાર્ગેટ બનાવતી હોય છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની બાઇકનો નંબર મળતાં પોલીસે તેના આધારે આરોપીઓની વિગતો મેળવી હતી. જે પૈકીનો એક અારોપી સગીર વયનો હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અન્ય એક આરોપી અને મુખ્ય સુત્રધાર નવલ મોહન પટેલ ( રહે. ભારતી નગર, એલીડ સ્કૂલ પાસે) મળી બન્નેની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇન તેમજ ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

કેશવાણમાંખાળકૂવો...

ઝઘડોકરી તેમને તેમજ તેના પતિ અશોક, પુત્રી પ્રિયંકાને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટના અંગે કિર્તી મિનેષ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જયશ્રી અશોક જોષીના ઘર પાસે ભુવો પડતાં તેણે કિર્તીબેનને બોલાવી તેમની સાથે ઝઘડો કરી અત્યારે સમારકામ કરાવી આપો તેમ જણાવ્યું હતું. દરમિયાન સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચના પતિઓ તથા સભ્યો આવતાં તેઓ મામલે ચર્ચા કરી રહ્યાં હતાં. તે વેળાં જયશ્રી જોષી, અશોક જોષી, પ્રિયંકા જોષી તેમજ ધમેશ જોષીએ તેમને તેમજ તેમના સસરાને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...