તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચની લોક અદાલતમાં 1,600 કેસોનો નિકાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના ઉપક્રમે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરીના 1,600થી વધારે કેસોનો નિકાલ કરાયો હતો. મોટી સંખ્યામાં અરજદારો લોકઅદાલતમાં હાજર રહયાં હતાં.

જિલ્લા ન્યાયાલય સંકુલમાં લોક અદાલતનો ડીસ્ટ્રીક્ટ જજ સી.એમ.ભટ્ટના હસ્તે દિપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. નેશનલ લોક અદાલતમાં કોર્ટમાં રહેલા પેન્ડીંગ કેસો પૈકી સમાધાન લાયક કેસોને મુકવામાં આવેલ જેનો નિકાલના પ્રયત્નો લોક અદાલતમાં કરવામાં આવેલ છે.

સ્પેશીયલ સીટીંગમાં 511 કેસો, મેઇન ડીસ્પોસલમાં 514 કેસો, પ્રિલીટીગેશનમાં 548 કેસોનો નિકાલ થયેલ છે. ફેમીલીના ...અનુસંધાન પાના નં.2



34 કેસોનો, લેબરના 108, જમીન સંપાદનના 16 અને મોટર વ્હીકલના61 કેસોનો નિકાલ થયો છે. જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ સી.એમ.ભટ્ટના અધ્યક્ષસ્થાને તથા સેક્રેટરી પી.જી.સોનીના સંચાલન હેઠળ લોક અદાલતનું સફળ આયોજન કરાયું હતું. જેમાં હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશો, જિલ્લા સરકારી વકીલ, એડવોકેટસ અને અરજદારો ઉપસ્થિત રહયાં હતાં.

પેન્ડીંગ પૈકી સમાધાન આવે તેવા કેસો મુકાયા

ડીસ્ટ્રીકટ જજના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...