તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ સિવિલના શૌચાલયમાં દારૂની પોટલીઓનો ઢગલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબો માટેે સંજીવની ગણાતી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના ગામડાઓમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીઓ માટેની પ્રાથમિક જરૂરીયાત સમાન શૌચાલયોની સાફસફાઇમાં નિષ્કાળજી હોવાના આક્ષેપો દર્દીઓના પરીવારજનો કરતાં હોય છે. સિવિલ હોસ્પિટલના શૌચાલયોની નિયમિત સાફ સફાઇના અભાવે માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. તેમાંય શૌચાલયોમાં દેશીદારૂની ખાલી પોટલીઓનાં ઢગલાં શૌચાલયોની સફાઇ સાથે કેટલાંક દર્દીઓના સંબંધીઓ સહિતનાઓ ...અનુસંધાન પાના નં.2

દ્વારા રાત્રીના સમયે દારૂનું વ્યસન કરી તેની ખાલી પોટલીઓ શૌચાલયોમાં ફેંકી દેતાં હોવાનું જણાઇ રહ્યું છે. સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા મામલે યોગ્ય તપાસ કરવા સાથે સફાઇ કામગીરી સુચારૂ અને નિયમિત થાય તેવા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સિવિલ સંચાલકો દ્વારા મામલામાં તપાસ કરાય તેવી માંગ

શૌચાલયમાં સાફસફાઇના અભાવે દુર્ગંધથી લોકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...