તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આંગણવાડીમાં અપાતા ફૂડ પેકેટ હલકી ગુણવત્તાના હોવાની બુમ

આંગણવાડીમાં અપાતા ફૂડ પેકેટ હલકી ગુણવત્તાના હોવાની બુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડીની બહેનોએ અગાઉ પગારમાં વધારો, પેન્શન તથા પીએફ જેવી 12 માંગણીઓ રજુ કરી હતી. જેનો આજદિન સુધી કોઇ નિરાકરણ આવતા હાલમાં ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. દેશના 8 રાજયોમાં ગત વર્ષે પગાર વધારો કરી હાલ 10 હજાર પગાર આપવામાં આવે છે. તેથી આંગણવાડીની બહેોનએ પગાર વધારાની માંગ કરી છે. આંગણવાડીમાં સરકાર તરફથી આપવામાં આવતાં ફૂડ પેકેટ પણ હલકી ગુણવત્તાના આવતાં હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગીણી પરમારે જણાવ્યું હતું કે, કુપોષીત બાળકોને આપવામાં આવતા ફૂડ પેકેટ એકદમ નિમ્નકક્ષાના આવે છે.જો પ્રશ્નોનો ઉંકેલ નહિ લેવાય અને સરકાર વાતચીત નહી કરવાનું વલણ અખત્યાર કરશે તો ના છુંટકે આગામી દિવસોમાં માત્ર આંણવાડીઓ કર્મચારીજ નહીં તેમના કુંટુંબીજનો સાથે વ્યાપક આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે.

ફુડ પેકેટ તથા પડતર માંગણીઓની ફરિયાદ

માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલનની કરવાની ચિમકી પણ આપવામાં આવી

ઝઘડિયાની આંગણવાડીની બહેનોએ આવેદનપત્ર આપી ફરિયાદ કરી

ઝઘડીયામાં આંગણવાડીની બહેનોએ તેમની માંગણીઓ સંદર્ભમાં આવેદનપત્ર આપ્યું હતું. તસવીર: મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...