તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઉજવણી | જિલ્લામાં બાળ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ : 15મી સુધી રોજ એક બાળ ફિલ્મનું નિદર્શન કરાશે

ઉજવણી | જિલ્લામાં બાળ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ : 15મી સુધી રોજ એક બાળ ફિલ્મનું નિદર્શન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારશ્રીધ્‍વારા રાજ્‍યભરની સરકારી શાળાઓમાં ધોરણ-6, 7અને 8માં અભ્યાસ કરતાં બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા અર્થે તા.10 થી 15 દરમ્‍યાન બાળ ફિલ્‍મોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભરૂચમાં આવેલ મલ્‍ટીપ્‍લેક્ષ અને સિંગલસ્‍ક્રિન સિનેમાઓમાં બાળકોને પ્રોત્‍સાહન અને પ્રેરણા મળી રહે તે અર્થે દરરોજ એક બાળ ફિલ્‍મ વિના મૂલ્‍યે પ્રદર્શિત કરવામાં આવશે.

ભરૂચ ખાતે બ્‍લ્‍યુ ચીફ મલ્ટીપ્લેક્ષ ખાતે કલેક્‍ટર સંદિપ સાગલે તથા શાળાના બાળકો ધ્‍વારા રીબીન કાપીને શુભારંભ કરાવ્‍યો હતો. પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, 15મી સુધી જંબુસર, અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં બાળ ફિલ્‍મોત્‍સવ વિવિધ સિનેમા ઘરોમાં દર્શાવાશે જેને કારણે બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળી રહેશે.આ પ્રસંગે ડીડીઓ ક્ષિપ્રા અગ્રે,ડીવાયઅેપી ચૌહાણ સહિત અધિકારીઓ અને બાળકોએ સ્‍ટેનલીકા ડબ્‍બા ફિલ્‍મ નિહાળી હતી.

ભરૂચમાં શાળાના બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ દેખાડાઇ

ભરૂચ શહેરમાં બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...