તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિક્યુરિટી સિસ્ટમ પરનો ભરોસો ભારે પડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેસ કટરથી ATM કાપી10.82 લાખની ચોરી

એટીએમમાં રૂા. 24.54 લાખ ભરાયાં હતા

સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો જણાઈ આવ્યાં

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુરભી બંગ્લોઝ પાસે આવેલાં એચડીએફસીના એટીએમને તસ્કર ટોળકીએ રાત્રીના 2.32થી 3.41 કલાકના સમયગાળા દરમિયાન ટાર્ગેટ બનાવ્યો હતો. તસ્કર ટોળકીએ એટીએમ મશીનના કેસ ડોરને ગેસ કટરથી કાપી મશીનમાના રૂપિયા મુકવાના કેસેટ તેમજ તેમાં મુકેલાં રૂપિયા 10.82 લાખ કેસલોક સાથે ચોરી કરી ગયાં હતાં. બનાવની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે તુરંત સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે, તસ્કર ટોળકીએ ચોરીની વારદાતને અંજામ

...અનુસંધાન પાના નં.2

આપતાં પહેલાં એટીએમ સેન્ટર પર લગાયવાયેલાં તમામ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યાં હતાં. ઉપરાંત સિક્યુરિટી એલાર્મના પણ વાયરો કાપી નાખ્યાં હતાં. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુતકાળના આરોપીઓની તપાસ કરાશે

^એટીએમ તોડવાના કારસાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. એલસીબીની ટીમ પણ તસ્કરોના પગેરું શોધવામાં જોતરાઇ છે. ઘટનાને પગલે ભુતકાળમાં એટીએમ લુંટ - ચોરીમાં ઝડપાયેલાં આરોપીઓને પણ તપાસવામાં આવશે. હાલમાં એફએસએલ, ફિંગર પ્રિન્ટ એકસ્પર્ટસ તેમજ ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. > કે.ડી. રાઠોડ, ઇન્સ્પેક્ટર,સી ડિવિઝન.

તસ્કરોએ એટીએમ સેન્ટરમાં ચોરી કરતાં પહેલાં તમામ સીસીટીવી કેમેરા તોડી નાંખવા સાથે સિક્યુરિટી એલાર્મના વાયરો પણ કાપી નાંખ્યા હતાં. ઉપરાંત એટીઅેમ સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડ હોવા અંગેની પણ ચોક્કસ માહિતી મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. તસ્કરોએ જે પ્રમાણ સિક્યુરિટી સિસ્ટમોનો નાશ કર્યો હતો તે પ્રમાણે તેઓ તમામ સિસ્ટમથી વાકેફ હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

તસ્કરો સિસ્ટમથી પરીચિત હોવાની શંકા

રાત્રે 2.32થી 3.41 વાગ્યા સુધીમાં તસ્કરોએ કારસો રચ્યો : ચોરી કરવા તસ્કરો ફોરવ્હિલ કાર લઇને આવ્યાં હતાં

ભરૂચમાં તસ્કરો ગેસ કટરથી ATMનો કેસડોર કાપી નાંખી મશીનમાં રૂપિયા મુકવાના કેસેટ રૂપિયા સાથે લઇ ગયાં

ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમને તોડી તસ્કરો 10 લાખ રૂપીયાની રોકડ ઉઠાવી ગયા હતાં. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...