તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં 7મા પગારપંચની શિક્ષકો દ્વારા માંગણી કરાઈ

ભરૂચમાં 7મા પગારપંચની શિક્ષકો દ્વારા માંગણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લા આચાર્ય સંધના પ્રમુખ પ્રવિણસિહ રણાએ જણાવ્યુ હતુ કે , ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને સાતમાં પગાર પંચથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારને બાબત ધ્યાને લાવતાં હવે પગાર પંચનો લાભ આપવામાં આવે છે તેવા વાયદા કરવામાં આવે છે. કોઈ નકકર કાર્યવાહી થતી નથી. ઉપરાંત લાંબા સમયથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી.

માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિધાર્થીઓ રેશીયો 37 / 23 હોવો જોઈએ આમ હોવાને કારણે ગામડાઓની શાળાઓમાં શિક્ષકોના સરપ્લસના પ્રશ્નો ઉભા થયા છે. તમામ પ્રશ્નોના જેમ બને તેમ જલ્દી ઉકેલ લાવે તે જરૂરી છે. પડતર માંગણીઓ સંદર્ભમાં કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. શિક્ષણાધિકારી કચેરી સામે મૌન ધરણા પણ યોજવામાં આવ્યાં હતાં.

શિક્ષણાધિકારી કચેરી સામે મૌન ધરણા યોજાયાં

શિક્ષક સંઘે કલેકટરને આવેદનપત્ર આપ્યું

ભરૂચમાં શિક્ષકોએ સાતમા પગારપંચની માંગ સાથે કલેકટરને અાવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...