તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ટ્રાફિક અને રાહદારીઓને નડતરરૂપ 6 લારી સંચાલકો સામે કાર્યવાહી કરાઈ

ટ્રાફિક અને રાહદારીઓને નડતરરૂપ 6 લારી સંચાલકો સામે કાર્યવાહી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ ખાતે આવેલાં મહાકાળી મંદિર પાસે શાકભાજી બજાર ભરાય છે. જેમાં કેટલાંય લારી સંચાલકો પોતાની લારીઓ બજારથી બહાર રોડ પર ટ્રાફિકને તેમજ રાહદારીઓને નડતરરૂપ થાય તે રીતે ઉભી રાખવામાં આવતી હોય છે. જેને કારણે વારંવાર ટ્રાફિક જામ સહિતની સમસ્યાનું નિર્માણ થતું હોય છે. ભરૂચ ડિવિઝન પોલીસે ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે વિસ્તારમાં આડેધડ અને ટ્રાફિકને નડતરરૂપ લારી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

...અનુસંધાન પાના નં.2

જેમાં તેમણે 6 લારી સંચાલકો રવિન્દ્ર બાબુ વસાવા, પ્રકાશ મહેન્દ્ર ગોહિલ, મંગળ સોમા વાઘેલા, રાજેશ રામદયાલ સરોજ, મનિષ મનસુખ વર્મા તેમજ વિનોદ રામવિર કથેરિયાની લારી જપ્ત કરી હતી. પોલીસે તેમના શાકભાજી, ફળફળાદી સહિતનો સામાન બગડી જાય તે માટે તેમના પરિવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લારી સંચાલકોની શાકભાજી- ફળફળાદી તેમના પરિવારને સોંપી

શક્તિનાથ સર્કલ પાસે આવેલાં મહાકાળી મંદિર પાસે ડ્રાઇવ યોજી

અન્ય સમાચારો પણ છે...