• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આજથી ચૈત્રી નવરાત્રી : ભરૂચમાં માઇ મંદિરોમાં દર્શન માટે ભકતો ઉમટશે

આજથી ચૈત્રી નવરાત્રી : ભરૂચમાં માઇ મંદિરોમાં દર્શન માટે ભકતો ઉમટશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેર તથા જિલ્લામાં આવેલાં માંઇ મંદિરો ખાતે આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી ભકતોની ભીડ ઉમટી પડશે. નવ દિવસ સુધી શ્રધ્ધાાળુઓ માતાજીની ભકિતમાં લીન બની જશે. મરાઠી સમાજનો ગુડી પડવો અને સિંધી સમાજનો ચેટીચાંદનો તહેવાર આવી રહયો હોવાથી તહેવારોનો ત્રિવેણી સંગમ થશે.

આજે મંગળવારથી તહેવારોનો ત્રિવેણી સંગમ થશે. જેમાં મહારાષ્ટ્રીયન લોકો દ્વારા ઉજવાતો ગુડી પડવો , સિંધી સમાજનો તહેવાર ચેટીચાંદ તથા સમગ્ર હિંદુ સમાજના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. શહેરના લોકો દ્વારા તમામ તહેવાર ધામ ધૂમથી ઉજવાશે. મહારાષ્ટ્રીયન પરિવારો તેમના ઘરના દરવાજે ગુડી બાંધી તેની પૂજા કરશે. મરાઠી લોકો માટે તહેવાર ઘણો મહત્વનો છે.

સિંધી સમાજ દ્વારા પણ તેમના ધાર્મિક તહેવાર ચેટીચાંદ ની ઉજવણી કરવામાં આવશે. શહેરના નદી કાંઠાના નવચોકી વિસ્તારમાં આવેલા ઝુલેલાલ ના મંદિર ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંગળવારે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાશે. જ્યારે બુધવારે ચેટીચાંદનો પર્વ ઉજવાશે.

મરાઠી સમાજ ગુડી પડવો, સિંધી સમાજ ચેટીચાંદ ઉજવશે

આજથી તહેવારોનો ત્રિવેણી સંગમ જોવા મળશે

અન્ય સમાચારો પણ છે...