ભરૂચમાં બે દુકાનમાં ચોરીના બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ શહેરના ફાટાતળાવ વિસ્તારમાં બે દુકાનોમાં તસ્કર ટોળકીએ હાથફેરો કર્યો હતો. શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલી એક મેડિકલ સ્ટોર તેમજ કપડાની દુકાનને રાત્રીના સમયગાળા દરમિયાન તસ્કરોએ નીશાન બનાવી ચોરી કરી ગયાં હતાં. સવારના સમયે નિત્યક્રમ મુજબ દુકાન માલિકો દુકાને આવતાં તેમને ચોરીની જાણ થતાં તેણે બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકને ઘટનાથી વાકેફ કરતાં પોલીસ કાફલાએ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...