નર્મદા ડેમની 5...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમની 5...

અનેગેટ પણ નંખાઈ ગયા છે અને જેનું ટેસ્ટિંગ પણ થઇ ગઈ છે. વર્ષોથી જનતા અધૂરો ડેમ અધૂરો ડેમ સાંભળતી આવી છે હવે પ્રથમ વાર આજે સંપૂર્ણ જાહેર કહેવાય છે. ત્યારે આગામી સમયમાં વાત વિશ્વને બતાવવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. 5 મી એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રીવિજય રૂપાણી ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતાઓ છે.

કોલવણાગામે...

આવવાનુંજણાવી શારીરિક ત્રાસ ગુજારતો હતો. દરમિયાન ગત 23મી માર્ચના રોજ તેના પતિએ તુ પિયરમાંથી રૂપિયા કેમ નથી લાવતી મારે રૂપિયાની જરૂરિયાત છે તેમ કહી તેને મારઝૂડ કરી હતી. તેણે આવેશમાં આવી જઇ તેના વાળ પકડી ઘરથી દિવાલ સાથે અથાડી હતી. ઉપરાંત તેને ઘરમાંથી ખેંચીને બહાર ફંગોળી દેતાં તેની કોણીએ ફેક્ચર થયું હતું.

ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિતપોણગામે...

મજીન્દિરસિંગ સકતરસિંગ સંતેહ, બળવંતસિંહ સરદારસિંહ રાઠોડ તેમજ બશીરખાન ફતેસિંગ રાઠોડે કારમાંથી ઉતરી હોટલમાં ગયાં હતાં. દરમિયાન એસઓજીની ટીમે હોટલને કોર્ડન કરીપાંચેયને ઝડપી પાડ્યાં હતાં.

ભરૂચ એસઓજી ટીમને બાતમી મળી હતી કે, ઝડપાયેલાં આરોપીઓ દ્વારા સિતપોણ ગામની સીમમાં ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંક્ચર પાડી ઓઇલ ચોરીનો કારસો રચવાના હતાં. જેના માટે તેઓએ હોટલ વિરામ ઉપર ખાસ મિટીંગ યોજી હતી.

પોલીસે પાંચની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા. 2.10 લાખ, 16500ની મત્તાના 9 મોબાઇલ તેમજ એક કાર મળી કુલ 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમને અદાલતમાં રજૂ કરતાં કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

મજિંદરસિંગ વાલ્વ બેસાડવામાં એક્ષપર્ટ

સિતપોણ ગામે રહેતાં અબ્દુલ્લા અહેમદ પટેલના સાગના ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંક્ચર પાડવા માટે આરોપીઓએ અડધા ફુટ ઉંડો અને પાંચ ફુટ પહોળો ખાડો પણ ખોદી રાખ્યો હતો. પાઇપ લાઇનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડવાની કામગીરીમાં મજિંદરસિંગ સંતેહ એક્ષ્પર્ટ હોવાને કારણે દિપક તેમજ તેના સાગરિતોએ તેની સાથે ખાસ મિટીંગ યોજી ઓઇલ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે પોલીસે તેમને પહેલાં ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...